સંસ્કાર અને સંસ્કૃતિ શું છે એ જાણવું હોય તો ભારતમાં જન્મ લેવો પડે
મુંબઈ : આપણે બધાએ રવિવારના વિશ્વ કપની મેચ નિહાળી ભારતનું પ્રદર્શન અને પરાજયને કારણે દુઃખ પણ થયું. રમત છે કોઈની હાર તો કોઈની જીત થવાની જ છે. ભારતની આ પવિત્ર ભૂમિ પર કોઈપણ મહેમાન આવે તો આપણે આપણી સંસ્કૃતિ મુજબ તેમનું સ્વાગત કરીએ છે. જેટલો પ્રેમ આપણા ખેલાડીઓને આપીએ એટલો જ વિરોધી ટીમના ખેલાડીઓને આપીએ છે. કારણ કે સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિ સદીઓથી આપણા દેશની ઓળખ છે. જે મનોજ કુમારે પુરબ ઔર પશ્ચિમના એક ગીતમાં સુપેરે વર્ણન કર્યું છે.
આજે આપણે વાત કરીશું ઓસ્ટ્રેલીયા અને તેના સંસ્કારોની આપ સહુએ સોશિયલ મીડિયા બહુ વાયરલ થઇ રહેલ તસ્વીર જોઈ હશે જેમાં મિચેલ માર્શએ વિશ્વ કપની ઉપર પગ રાખ્યા છે. આપણે પહેલી વખત વિશ્વ વિજેતા બન્યા ત્યારે કપ્તાન કપિલ દેવે ટ્રોફી માથા પર મૂકી હતી જ્યારે મહેન્દ્ર સિંહ ધોની અને ટીમે૨૦૧૧ વિશ્વ વિજેતા બન્યા બાદ આદર સાથે વિશ્વ કપ હાથોમાં લીધો હતો. જયારે ૨૦૨૩માં એટલે કે રવિવાર તા. ૧૯/૧૧/૨૦૨૩ ના દિવસે ભારતને હરાવી ઓસ્ટ્રેલીયા વિજેતા બન્યું. પરંતુ વીજયી બનવા સાથે તેમનું ઘમંડ, અસંસ્કારી વર્તન અને કરોડો અબજો લોકોની લાગણી જેની સાથે જોડાઈ હોય તે વિશ્વ કપ પર પગ રાખીને ફોટો પડાવવો અને તે વાયરલ કરવો એટલે એક શરમજનક કૃત્ય કહેવાય.
ઓસ્ટ્રેલીયન ટીમ એટલે ક્રિકેટના મેદાન પર વિરોધી ટીમને રમતા સમયે અપશબ્દો કહેવા, ગેરવર્તણુક કરવા માટે બદનામ છે. ક્રિકેટ એટલે જેન્ટલમેન ગેમ કહેવાય પરંતુ આટલા દેશો ક્રિકેટ રમે છે એમાં ઓસ્ટ્રેલીયા અને અમુક દેશોનું વર્તન તેનાથી વિપરીત છે.
સંસ્કારો અને સભ્યતા નથી બજારમાં મળતા કે નથી દુનિયાની કોઈ યુનીવર્સીટીમાં શીખવાડવામાં આવતા એ તો જ્યાં જન્મ લીધો હોઈ ત્યાની ધરતી અને પરિવાર પર નિર્ભર હોઈ છે.
છેલ્લે એટલું કહેવાનું કે સંસ્કારી દેશમાં એક ખેલાડીનું અસંસ્કારી વર્તન