ક્રાઈમ બ્રાન્ચની ઝડપી કાર્યવાહી યુવતીની હત્યા કરનાર આરોપીની ૩૬ કલાકમાં ધરપકડ
મુંબઈ : સોમવારના સવારના સમયે કુર્લામાં સીએસટી બ્રીજ પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં એક સુટકેશમાં એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી. કુર્લા પોલીસ સ્ટેશનમાં રજી. ૪૮૯/૨૦૨૩ ભા.દ.સ.ની કલમ ૩૦૨, ૨૦૧ હેઠળ અજાણી વ્યક્તિ સામેં ગુન્હો નોંધી તપાસ શરુ કરી હતી.
પોલીસ સ.આયુ. લખમી ગૌતમ અપર પો.આયુ. શશીકુમાર મીનાના આદેશ પર પોલીસ ઉપ. આયુક્ત રાજ તિલક રોશનના માર્ગદર્શનમાં તપાસ અર્થે ક્રાઈમ બ્રાન્ચની ૮ ટીમ બનાવવામાં આવી હતી જેમણે અલગ અલગ દિશામાં તપાસની શરૂઆત કરી કોઈપણ કડી ન હોવા છત્તા હત્યાના આરોપીને ૩૬ કલાકમાં થાણે રેલ્વે સ્ટેશન પરથી ઝડપી લીધો હતો
પોલીસને આપેલી જાણકારી મુજબ યુવતીની લાશ મળી હતી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારની મદદથી મૃતક યુવતીનું નામ પ્રતિમા પવલ કીસપટ્ટા – (ઉ.૨૫) મૂળ ઓરીસ્સાની હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરતા આ યુવતી અસ્કર મનોજ બરલા (ઉ.૨૨) સાથે લીવ ઇન રીલેશનશીપ રહેતી હતી. આ યુવકને મૃતક યુવતીના ચરિત્ર પર શંકા કરતો હોવાથી બંનેની બોલાચાલી થઇ અને અસ્કરએ રૂમમાં જ તેની હત્યા કરી રાતના સમયે લાશને સુટકેશમાં ભરી મેટ્રોનું કામ ચાલુ હતું ત્યાં મુકીને ફરાર થઇ ગયો હતો. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.