◆ મિત્રો તમને શું લાગે છે. આપણી આસપાસ કોઈ અદ્રશ્ય શક્તિનું અસ્તિત્વ છે ખરું?ખરૂ જોવા જઇયે તો કુદરત માનવીને ક્યારેય કનડતું નથી પણ માનવી પોતાના સ્વાર્થ ખાતર દરેકને નડતો હોય છે. એનું તાજું ઉદાહરણ એટલે ઉત્તરાખંડની સિલકયારા ટનલ!!
ટનલ નિર્માણની યોજના બનવવાની પહેલાથી અહીંયા \”સ્થાનિક દેવતા, બાબા બોખનાથ\” ની નાની દેરી અથવા મંદિર હતું. ટનલનું કામ કરતા લોકો \”સ્થાનિક દેવતાને\” નમન કરીને ટનલનું કામ કરી રહેલા. અત્યારે સુધી બધુજ ઠીકઠાક હતું…
◆ અચાનક એક નવા એન્જિનિયર સાહેબને એ મંદિર નડવા લાગ્યું… અથવા એને મંદિરમાં આસ્થા ન હોવાથી એણે 12મી નવેમ્બર એટલે કે લક્ષ્મી પૂજનના દિવસે એ મંદિરને ત્યાંથી હટાવવાનો હુકમ આપ્યો…
એન્જિનિયર સાહેબના હુકમનું પાલન થયું!! અને એજ રાતે આ ટનલ ઘસી પડી.
જેના કારણે 41 શ્રમજીવીઓ 17 દિવસ એટલે કે લગભગ 400 કલાક ટનલમાં ફસાઈ ગયા…
હવે આને શું કહેવાય??
જો કોઈ મંદિર પહેલાથી ત્યાં હતું અને કોઈને નડતું ન હોવા છતાં એને તોડવાનું કારણ તો એ એન્જિનિયર સાહેબ ને ખબર…
◆ ટનલમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે ઓસ્ટ્રેલિયાથી બોલાવવામાં આવેલા ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિસ્કે (Arnold Dix\’) \”બાબા બોખનાથના\” મંદિરને કામચલાઉ રીતે સ્થાપીને થયેલી ભૂલની માફી માંગીને ટનલમાં ફસાયેલા લોકોના બચાવ માટે ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરેલી.
એટલુંજ નહીં બધા શ્રમજીવીઓ ક્ષેમકુશળ પાછા બહાર આવ્યા ત્યારે પણ તેઓ \”બાબા બોખનાથનો\” આભાર માનવા મંદિરે ગયેલા…
◆ એક તરફ વિદેશી એન્જિનિયર આસ્થા સામે નમન કરે છે.. બીજી તરફ અમુક લોકો સ્થાનિક લોકોની આસ્થાની ઠેકડી ઉડાવીને માર્ગમાં મંદિર આવતું ન હોવા છતાં તોડી નાખે છે. કારણ કે એન્જિનિયર સાહેબ સ્થાનિક દેવતાને માનતા નથી!! અથવા પોતાની જાતને મહાન બતાવવાની લાહ્યમાં કુદરતને ચેલેન્જ કરી રહેલા.
આવા લોકોની માનસિકતાનું DNA ચકાસવું જોઇયે!!…
ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ કરનાર ઓગર મશીનનું એક કરતાં વધારે વખત નિષ્ફળ જવું!! જાણે કે કોઈ મશીનનો રસ્તો રોકી રહ્યું હોય… તમે આને શું કહેશો લોકોની આસ્થા કે અંધશ્રદ્ધા!!
◆ એક ઇન્ટરવ્યૂમાં આર્નોલ્ડ ડિસ્કને સવાલ પૂછ્યો કે તમે આ ઓપરેશનને કેવી નજરે જુઓ છો? ત્યારે તેઓએ કહ્યું કે \”આપણે પ્રકૃતિ સામે હોશિયારી કરવાની ના હોય? આપણે તો પર્વત દેવતાને પ્રાર્થના કરવાની હોય. પર્વત દેવતા રિસાઈ ગયા હોવાથી આપણા 41 લોકોને પોતાની પાસે રાખ્યા છે.
\”એક ટનલ એક્સપર્ટ તરીકે મારી પાસે સૌથી મોટુ શસ્ત્ર ઈશ્વરમાં શ્રધ્ધા છે.\”
◆ આર્નોલ્ડ ડિસ્કે \”બાબા બોખનાથ\” ના મંદિરને ટનલ પાસે નવેસરથી બનાવવાનો ભરોશો સ્થાનિક લોકોને આપ્યો. \”બાબાની બોખનાથ ની\” વિધિવત પૂજા કરાવીને… સરકાર દ્વારા રેટ માઇનિંગમાં એક્સપર્ટ ટીમને કામ સોંપવામાં આવ્યું…
ટનલની દિવાલ પર શિવજીના આકારનું એક ચિત્ર કુદરતી રીતે ઉપસીને આવેલું… અને એજ સાંજે શ્રમજીવીને ટનલ માંથી બહાર કાઢવામાં સફળતા મળી… ક્યાં સુધી આપણે આને અંધશ્રદ્ધા માનીશું??
◆ 41 શ્રમજીવીઓ ને બહાર કાઢવામાં માટે ભારત સરકાર દ્વારા પોતાના અગિયાર મંત્રાલય સહિત દેશ વિદેશના 700 કરતા વધારે એક્સપર્ટ લોકોને કામે લગાડેલા… ગમે તે કહો પણ વિજ્ઞાન અને આસ્થા એકબીજાના પૂરક છે. એ કોઈએ ભૂલવું નહીં…
◆ \”શ્રમજીવીઓ બહાર આવતાજ અમુક બુદ્ધિજીવીઓ ને દેશની સફળતા અને લોકોની આસ્થાને પચાવવમાં તકલીફ થવા લાગી…\”
આવા લોકો રેસ્ક્યુ ટીમમાં જોડાયેલા લોકોના ધર્મને ચગાવવા લાગ્યા!!…
\”ખરું જોવા જઈએ તો ભારત માતાના સંતાને ભારત માતાના સંતાનને બચાવ્યા એનાથી વિશેષ બીજું કાંઈ ન હોવું જોઇયે.\”
◆ ગેરકાયદેસર રીતે થતી કોલસાની ચોરી અટકાવવા માટે રેટમાઈનિંગ પર પ્રતિબંધ છે. છતાંપણ એમના કૌશલ્યના પ્રતાપે મશીન કરતા પણ વધુ ઝડપથી ફસાયેલા લોકોનો ટનલમાંથી છુટકારો મેળવવાનો માર્ગ મોકળો થયો…
_\”દેશ આર્નોલ્ડ ડિસ્ક અને રેટમાઈનર્સની મહેનતને ક્યારેય નહીં ભૂલે.\”_
C. D. Solanki
Mob. 8108641599