હાલ અલગ અલગ વિષય પરની ફિલ્મ રજૂ થઈ જેમાં એનિમલ ફક્ત ને ફક્ત કાલ્પનિક કહાની જ્યારે બીજી ફિલ્મ સામ બહાદુર….. એક અદ્ભુત સશક્ત વ્યક્તિત્વ આત્મવિશ્વાસથી ભરપૂર સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા (૩ એપ્રિલ, ૧૯૧૪ – ૨૭ જૂન, ૨૦૦૮) જે સામ માણેકશા અને સેમ બહાદુર (\”સેમ ધ બ્રેવ\”) તરીકે વ્યાપકપણે જાણીતા હતા. સામ બહાદુર ફિલ્મમાં જો કંઈ વિશેષ હોય તો ફકત ને ફકત વિકી કૌશલની જનરલ શામ માણેકશાના પાત્રને પડદા પર હૂબહૂ ઉતારવા માટે કરવામાં આવેલી તનતોડ મહેનત અને તેમાં સફળતા પણ મળી છે પરંતુ પટકથા બહુજ નબળી અને ગૂંચવાડા ભરી છે…..અમુક એવી છૂટછાટ લેવામાં આવી છે જે મગજમાં ન ઉતરે…..કહેવાય છે કે જનરલ સામ માણેકશાએ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને મેડમ નથી કહ્યું જ્યારે ફિલ્મમાં છેલ્લે મેડમ પ્રાઈમ મિનિસ્ટર બોલતા હોય છે….. માણેકશાની સક્રિય લશ્કરી કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધો સુધી ફેલાયેલી હતી, જેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ભારતીય સેનામાં સેવાથી થઈ હતી. જેની સંપૂર્ણ અને મહત્વના પાસા આ ફિલ્મમાં નથી બતાવ્યા….યુદ્ધમાં લગભગ બે વાર ગંભીર રૂપે ઘવાયા હતા…..ફિલ્મમાં બતાવવામાં આવે છે એવા પ્રકારના કોઈ સબંધ ઇન્દિરા ગાંધી અને માણેકશા વચ્ચે નહોતા…..ફિલ્મની શરૂઆતમાં કે અંતમાં ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાનો ઓરિજનાલ ફોટો કે તેમના પરિવારની કોઈ માહિતી આપવાનું ડાયરેક્ટરએ જરૂરી ન સમજ્યું….તેમનો અંતિમ સમય પણ ન બતાવાયો….
…. ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા ભારતીય સેનાના પ્રથમ અધિકારી હતા. તેમની જીવની પર બનાવવામાં આવેલ સામ બહાદુર ફિલ્મને સફળતા બે કારણે મળી છે પહેલું ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશા અને બીજું પડદા પર તેમનું પાત્ર નિભાવનાર વિકી કૌશલ…..બાકી સરવાળે નબળી સ્ટોરી, ડાયલોગ અને દિગ્દર્શન દેખાય છે….ફિલ્મ સફળ રહી પરંતુ વિકી કૌશલ શિવાય બધા નિષ્ફળ રહ્યા છે