અહેવાલ : હેતલ ચાંડેગરા

રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયાની ઉપસ્થીતી ..
પત્રકાર સુરક્ષા કાનૂન, પત્રકારોના હીત માટે મહત્વની ચચાઁઓ કરાઇ…
ગુજરાત :-ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ સરકીટ હાઉસ ખાતે દેશના સૌથી મોટા પત્રકાર સંગઠન અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતમા તારીખ 19–12–2023 ગીર સોમનાથ જીલ્લા પત્રકારોની મહત્વની મિટીંગ યોજાઇ.
પત્રકારએ દેશની ચોથી જાગીર માનવામા આવે છે અને સત્યને ઉજાગર કરનાર પત્રકારોનુ દેશનુ સૌથી મોટુ સંગઠન એટલે અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી (ABPSS)જે દિલ્હીથી રજીસ્ટ્રેશન થયેલ દેશનુ પહેલુ પત્રકાર સંગઠન છે જેના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જીગ્નેશ કાલાવડીયા કાર્યરત છે જેમણે ભારતભરમા પત્રકાર સંગઠનની રચના કરી છે ત્યારે ગુજરાતમા પણ દરેક જીલ્લાઓમા પત્રકારો સાથે મિટીંગ તેમજ ગેટ ટુ ગેધરનો કાયઁક્રમ રાખવામા આવેલ જેમા ગીર સોમનાથ જીલ્લામા સૌથી વધુ અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી સંગઠન કાયઁરત છે જેમના પ્રભારી તરીકે દિપક કકકડ તેમજ જીલ્લા પ્રમુખ તરીકે મિતેષ પરમાર કાર્યરત છે ત્યારે જીલ્લાના વડામથક વેરાવળના સરકીટ હાઉસ ખાતે મહત્વની મિટીંગ યોજાઇ હતી જેમા પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની ઉપસ્થિત રહી હતી . આ તકે આગામી દિવસોમા પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ પાડવા સરકારમા રજૂઆત કરાશે તેમજ પત્રકારોને સરકાર દ્રારા મળતી સવલતો અને હીત માટે રજૂઆત કરાશે. આ સંગઠન મજબૂત છે અને વધુમા વધુ મજબૂત બને તે માટે પ્રયાસો હાથ ધરવામા આવશે. પ્રદેશ અને રાજ્યની કમીટીઓ બનાવવામા આવશે .તેમજ હરહંમેશ આ સમિતિમાં જોડાયેલ પત્રકારોની સમિતિ બનાવાશે, આઇ કાર્ડ અપાશે આ સહીતની ચર્ચાઓ કરવામા આવેલ હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અતુલ કોટેચા તેમજ ટીમ દ્રારા કરવામા આવેલ હતું .