દહિસર પોલીસ સ્ટેશનના સાયબર સેલની મહેનત રંગ લાવી ઓનલાઇન છેતરપિંડીની રકમ પરત મેળવી

મુંબઈ : હાલમાં છેતરપિંડીના બનાવોમાં બહુ વધારો થયો છે હર સમયે નવી નવી તરકીબથી લોકો સાથે છેતરપિંડી થાય છે. થોડા દિવસ પહેલા દહિસર પૂર્વમાં રહેતા નામદેવ સુતાર,(ઉં.52 ) નામની વ્યક્તિએ એમેઝોનની એપ પર ઓર્ડર કરેલો તે પાર્સલ મળ્યું ત્યારે તેમા અમુક વસ્તુ ગાયબ હતી જેથી તેને તે પરત આપવા માટેની વિનંતી મોકલાવી ત્યારબાદ તેમને ફોન
આવ્યો અને કહેવામાં આવ્યું કે પૈસા પરત મેળવવા માટે લિંક મોકલી છે. તે લિંક ડાઉનલોડ થતા ફરિયાદીના ફોનનો સંપૂર્ણ ઍક્સેસ આરોપીને મળી ગયો અને તેણે ફરિયાદીના અલગ અલગ બેન્ક ખાતામાંથી કુલ 1,50,313 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જેનો મેસેજ નામદેવના મોબાઇલ પર આવતા તેને સમજાયું કે તેની સાથે ફ્રોડ થયું છે જેથી તેણે દહિસર પોલીસ સ્ટેશનના સાયબર સેલના ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ રાજેશ ગુહાડેએ તપાસ કરતા જાણવા મળ્યું કે icici, jio martમા પૈસા ટ્રાન્સફર થયા છે. જેની જાણ ઇમેઇલ અને મોબાઇલ દ્વારા તે સંસ્થાના નોડલ ઓફિસરને આપવામાં આવતા તેમણે તુરંત તે એકાઉન્ટ સ્થગિત કરી નિયમ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પૈસા પરત મેળવ્યા હતા.
આ કામગીરી ડીસીપી સ્મિતા પાટીલ, એસીપી કિશોર ગાયકે, પ્ર. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રાની પુરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર રામ પોટે (કાયદો અને વ્યવસ્થા), API અંકુશ દાંડગે, (સાયબર સેલ), રાજેશ ગુહાડે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર (સાયબર સેલ) શ્રીકાંત દેશપાંડે, નીતિન ચવ્હાણ અને મપોશી સુપ્રિયા કુરાડેએ સફળતાપૂર્વક પાર પાડી હતી.