સંબંધોની આત્મહત્યા
◆ આજનો માનવી વિકસિત બન્યો શિક્ષિત બન્યો પણ વિશ્વાસ પાત્ર રહ્યો નથી…
થોડા સમય પહેલા એક ઉપદેશક જે યુવાઓ ને જીવન જીવવાની કલા શીખવે છે. એણે લગ્નના માત્ર \”દસ કલાકમાં\” પોતાની પત્ની સાથે હેવાનીય પૂર્વક મારા મારી કરી અને એના કાનનો પડદો ફાડી નાખ્યો…
લોકોને મોટિવેશન કરનાર પોતાની જાતને મોટિવેટ કરી ન શક્યો…
◆ છૂટાછેડાનો કૅસ ચાલી રહેલો, એ દરમ્યાન એક પિતા પોતાના બાળકને મળી ન શકે એથી એક \”માં\” દ્વારા પોતાના ચાર વર્ષના માસૂમ દીકરાની હત્યા ગોવાની એક હોટલમાં કરવી એ શું દર્શાવે છે?…
ઉપરોક્ત બંને કિસ્સામાં ઉચ્ચ શિક્ષિત લોકોનું કૃત્ય છે. ભરોશો કરવો તો, કોના પર કરવો ? ખબર નહી ક્યારે કોના 32 ટુકડા ફ્રિજમાં મળી આવે…
◆ જો કોઈ અભણ વ્યક્તિ દ્વારા આવા કૃત્યો થાય તો એને અંધશ્રધા અને એના સંસ્કાર સાથે સરખાવવામાં આવે છે. પણ કોઈ ઉચ્ચશિક્ષિત વ્યક્તિ આવા કૃત્યો કરે છે. ત્યારે સમાજ મુક દર્શક બની ને જોયા કરે છે… આવી માનસિકતા બદલવી જરૂરી છે.
આને શું કહેવાય… ફક્ત ક્ષણ ભરનો ગુસ્સો કે પછી આપણી અંદર રહેલી ગુનેગારીની સુસુપ્ત અવસ્થા! પોતાના અહંમને સંતોષવા માટે કોઈ વ્યક્તિ કઈ હદ સુધી જઈ શકે છે…
◆ ગામડામાં આવું થાય તો એ વ્યક્તિને જાહેરમાં ફટકારીને એનું સરઘસ કાઢવામાં આવે છે. એને કોઈ માનસિક બીમાર નથી ગણતું!! ખાસ કરીને ઉત્તરના રાજ્યોમાં આનું ચલણ વધારે છે. પણ કોઈ શિક્ષિત વ્યક્તિ આવું કાઈ કરે તો કોઈ એને સજા નથી કરતું!! પણ એને માનસિક બીમાર કહીને એને બચાવવા વાળા ફૂટી નિકળે છે. આવા લોકો મોટા ભાગે પોતાની સત્તાને લીધે કોર્ટમાંથી પણ બરી થઈ જાય છે…
◆ દિલ્લીની કોઠીમાં નાના બાળકોની હત્યા કરનાર અપરાધીઓ પણ આજ રીતે છૂટી ગયેલા, દિલ્લીની વાત આવે તો મશહૂર મોડેલનું તંદુરકાંડ કેમ કરીને ભુલાય… આવા લોકોના નામ લખીને એમને પ્રસિદ્ધિ અપાવવી યોગ્ય નથી…
ગુનેગારની બાબતમાં દરેકને ખબર હોય છે. એ છતાં પણ આવા લોકો આપણી વચ્ચે ફરે છે.
◆ આપણું ન્યાયતંત્ર પણ આવા લોકો સામે લાચાર છે. કારણ કે જેની જવાબદારી આવા ગુનેગારોને સજા કરાવવા માટે પુરાવા ભેગા કરવાની છે. એ લોકો આવા રસુખદાર લોકો પાસે પોતાનું ઇમાન વેંચી નાખે છે. જેથી કરીને યોગ્ય પુરાવાના અભાવે ન્યાયાલય એમને નિર્દોષ છોડવા મજબુર બને છે.
ખરૂ જોવા જઇયે તો આવા કૃત્યો માટે જાણે અજાણે આપણો સમાજ પણ એટલોજ જવાબદાર છે. અમે\’જ અમારા બાળકોને યોગ્ય સંસ્કાર આપવામાં નિષ્ફળ છીયે… એથીજ અમારા બાળકો ધર્મભીરું રહ્યા નથી… અને પરિણામ આપણી સામે છે.
◆ ફક્ત ઉચ્ચશિક્ષિત થવાથી સંસ્કાર નથી આવતા એતો તમારી ગળથુંથીમાં સંસ્કાર હોવા જોઈએ.
તમે શું વિચારો છો…
દરેકે આંખ અને કાન ખુલા રાખવા જરૂરી છે. કારણ કે ચેતતો નર સદા સુખી…
◆ C. D. Solanki
◆ Mob. 8108641599