થોડા દિવસ પહેલા મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ઘટના બની જેમાં હોર્ડીંગ પડવાથી અનેક નિર્દોષ વ્યક્તિઓ આ જીવ ગયા અને મોટી સંખ્યામાં ઘાયલ થયા. પ્રથમ અહેવાલ મુજબ તે હોડિંગ ગૈર કાયદેસર હતું અને મનપા દ્વારા એડ એજન્સી ને નોટિસ પણ આપવામાં આવી હતી. તો આપણા દેશમાં એવા કાયદા છે કે કોઈ ગંભીર ઘટના બને પછી જ કાર્યવાહી કરવાની.
અમુક વર્ષો પહેલા કાયદો આવ્યો હતો કે રેલવે સ્થાનથી 150 મીટરમાં કોઈપણ ફેરિયાઓ ન હોવા જોઈએ પણ બોરીવલી પશ્ચિમમાં 150 મીટર નહી પણ 15 મીટરના અંતરે ફેરિયાઓ કબજો જમાવી બેઠા છે. બોરીવલી ગોરા ગાંધી થી મોક્ષ પ્લાઝા સુધીમાં ફૂટપાથ, રસ્તા પર ફેરિયાઓ મોટી સંખ્યામાં બેસે છે. ત્યાંથી થોડા અંતર પર મુંબઈ મહાનગરપાલીકાનું કાર્યલય આવેલ છે. પરંતુ ફેરિયાઓ પર સખત કાર્યવાહી કરી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નથી આવતો તો તેનું કારણ શું જોઈ શકે એ બહુ મોટો પ્રશ્ન છે. જનપ્રતિનિધિઓને આંખો પર એવી કઈ પટ્ટી છે કે તેમને પણ સ્થાનિક કે આસપાસના દુકાનદારો અને વાહન ચાલકોને પડતી તકલીફ નથી દેખાતી. ઘાટકોપર જેવી ઘટના અથવા સ્ટેશનની આસપાસ જો ક્યારેક આગ લાગે તો અગ્નિશમન દળને 200 મીટર અંતર કાપતા 30 મિનિટ લાગી શકે છે.