ગુજરાતી પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણી તાજેતરમાં સફળતાપૂર્વક યોજાઈ

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની ચૂંટણીમાં કમિટીમાં બિનહરીફ ચૂંટાઈ આવેલા ડાબેથી ધર્મેન્દ્ર ભટ્ટ, ઉમેશ દેશપાંડે, મંત્રી પદ માટે ચૂંટણીમાં મતદાનથી વિજેતા ધીરજ રાઠોડ,તેમજ બિનહરીફ ચૂંટાઈ આવેલા પ્રમુખ કુનેશ દવે,ખજાનચી જીતેશ વોરા અને સપના દેસાઈ. પ્રેસ કલબમાં સેક્રેટરીના પદ માટે થયેલા મતદાનમાં ગુજરાત સમાચારના સિનિયર રિપોર્ટર ધીરજ રાઠોડનો ભારે મતોથી વિજય થયો હતો.

મુંબઈ, તા. ૫ : ગુજરાતી પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણી તાજેતરમાં સફળતાપૂર્વક યોજાઈ હતી.જેના પરિણામ મુજબ – પ્રમુખ : ગુજરાત સમાચારના વરિષ્ઠ રાજકીય રિપોર્ટર કુનેશ એન. દવે, મંત્રી (સેક્રેટરી) ગુજરાત સમાચારના વરિષ્ઠ પત્રકાર ધીરજ એલ. રાઠોડ, ઉપપ્રમુખ : જન્મભૂમિના સંજય શાહ, ખજાનચી : જન્મભૂમિના જિતેશ વોરા, સમિતિ સભ્યો : ગુજરાત સમાચારના ધર્મેન્દ્ર ભટ્ટ, મુંબઈ સમાચારની સપના દેસાઈ, ગુજરાતી મિડ-ડેની સેજલ પટેલ અને જન્મભૂમિના ઉમેશ દેશપાંડે (સર્વે બિનહરીફ વિજેતા). સચિવ પદ માટે પ્રેસ ક્લબ ખાતે યોજાયેલી ચૂંટણીમાં ગુજરાત સમાચારના સિનિયર રિપોર્ટર ધીરજ રાઠોડ ભારે મતોથી વિજયી થયા હતા. નવનિયુક્ત સમિતિની પ્રથમ બેઠકમાં ગુજરાતી મિડ-ડેના નિમેષ દવેને જોઇન્ટ સેક્રેટરી તરીકે, જ્યારે ગુજરાતી મિડ-ડેના દિનેશ સાવલિયા, જન્મભૂમિના ધર્મેશ વકીલ અને બિઝનેસ ઇન્ડિયાના ભરત મર્ચન્ટને કોઓપ્ટ સભ્યો તરીકે પસંદ કરવામાં આવ્યા. સંઘના કાનૂની સલાહકાર તરીકે ડૉ. મયુર પરીખની પુનઃ નિયુક્તિ કરવામાં આવી. નવનિયુક્ત પ્રમુખ કુનેશ એન. દવેએ જણાવ્યું કે આગામી સમયમાં સંઘના સર્વાંગી વિકાસ અને પત્રકાર સભ્યોના ઉત્કર્ષ માટે અનેક કાર્યક્રમો યોજાશે.