નૌસેનાના પૂર્વ અધિકારી અને લેખક મનન ભટ્ટના પુસ્તક બાલાકોટ એર-સ્ટ્રાઈક – હાઉ ઇન્ડિયા અવેંજ્ડ પુલવામાનું વિમોચન
ગરુડ પબ્લિકેશન, ગુડગાંવ દ્વારા પ્રકાશિત નૌસેનાના પૂર્વ અધિકારી અને લેખક મનન ભટ્ટના પુસ્તક બાલાકોટ એર-સ્ટ્રાઈક – હાઉ ઇન્ડિયા અવેંજ્ડ પુલવામાનું વિમોચન સૌરાષ્ટ્ર યુનીવર્સીટી, રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસો મી જન્મ જયંતી પ્રસંગે; વી.સી. ડો. નીતિન પેથાણી, પીવીસી. ડો. વિજય દેશાણી, માનનીય સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, ધનસુખભાઈ ભંડેરી વિશ્વ પ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવે, યુવા ગાયક હાર્દિક દવે, વી ટીવી સૌરાષ્ટ્ર પ્રદેશ તંત્રી ધર્મેશ વૈદ્ય, વિદ્યાર્થીઓ અને
યુનિવર્સિટીના સેનેટ સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ પુસ્તક એક સૈન્ય કાફલાના ઓપરેશનની કહાણી વર્ણવે છે જેનાં પર ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ આત્મઘાતી હુમલો થયો જેમાં ૪૦ ભારતીયોએ જીવ ગુમાવ્યો. આ પુસ્તક પુલવામા આતંકી હુમલામાં બચી ગયેલા સીઆરપીએફના હેડ કોન્સ્ટેબલ ઇકબાલ સિંહ અને માર્યા ગયેલા પાંચ જવાનોની નજરે કાશ્મીર ખીણમાં તહેનાત સીઆરપીએફ જવાનો ના જીવન અને પળેપળ ઉપસ્થિત ખતરાને દર્શાવે છે.
અહીં એક નવા ભારતની વાત છે જે આતંકવાદની સામે નમવા તૈયાર નથી. જેણે આતંકને ખતમ કરવાનો નિર્ધાર લીધો છે. પુસ્તકનો નિહિત સંદેશ છે કે પુલવામા હુમલાના દિવસે શોકમગ્ન રાષ્ટ્ર આતંકવાદ વિરુદ્ધ એકજુટ થયું અને એક મજબૂત નેતૃત્વ તળે સુરક્ષાબળોએ આતંકના અપરાધીઓને દંડિત કરવાનો સંકલ્પ દર્શાવ્યો.
પોતાના ઉદ્દેશ્યમાં સ્પષ્ટ, આ પુસ્તક દ્વારા સટીક વર્ણન થયું છે કે કાશ્મીરના આતંકવાદ વચ્ચે ઘેરાયેલા સીઆરપીએફના એક જવાન અને સરહદની પેલે પાર ના દિલધડક મિશન પર પાયલોટ હોવું કેવું હતું?
મિનિટ-દર-મિનિટ, કદમ-દર-કદમ, લેખક જે પોતે આ પરિસ્થિતિઓમાં ફરજ બજાવી ચૂક્યા છે તેઓ, આ ઘટનાઓની શૃંખલાનું વાચકો સમક્ષ ગજબનાક સચોટતા થી પુનઃનિર્માણ કરે છે.
પુસ્તક એમેઝોન, ફ્લિપકાર્ટ અને અગ્રગણ્ય બુક-સ્ટોરમાં ઉપલબ્ધ છે.