Home News Miss tourism universe/ Miss Asia shriya parab ભારત અને મુંબઈનું ગૌરવ શ્રીયા...

Miss tourism universe/ Miss Asia shriya parab ભારત અને મુંબઈનું ગૌરવ શ્રીયા પરબ – મિસ ટુરિઝમ યુનિવર્સ ૨૦૨૧ /મિસ એશિયા

890
0


મુંબઇ : હાલમાં લેબનોન ખાતે રાષ્ટ્રીય સ્તર પર મિસ એશિયા અને મિસ ટુરિઝમ યુનિવર્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૨ દેશોની સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
મુંબઈના દહીંસરમાં રહેતી શ્રીયા સંજય પરબે પહેલો નંબર પ્રાપ્ત કરી ભારત દેશ અને મુંબઈનું નામ રોશન કર્યું છે. આ ઉપલબ્ધીને બિરદાવવા દહીંસર વિધાનસભાના આમદાર મનીષા ચૌધરીએ શ્રીયાની તેના નિવાસ્થાન પર મુલાકાત કરી સન્માન કર્યું હતું. એ સાથે તેમણે કહ્યું કે આ ઊંચાઈ પર પહોંચવા તનતોડ મહેનત અને ભરપૂર આત્મવિશ્વાસ જરૂરી છે. શ્રીયા ભારતીય સંસ્કાર, વકચાતુર્ય અને સુંદરતા ને કારણે મિસ એશિયા અને મિસ ટુરિઝમ યુનિવર્સ -૨૦૨૧ બની છે જેમાં તેના માતા-પિતાએ પણ તેને પ્રોત્સાહિત કરી ઉત્સાહ વધાર્યો છે. આજે દહીંસર વિધાનસભામાં રહેતા પરબ પરિવારની મુલાકાત કરી ખરેખર ગર્વની લાગણી અનુભવું છું.
આ મુલાકાત સમયે વોર્ડ નં ૨ના નગરસેવક જગદીશ ઓઝા, મંડળ અધ્યક્ષ અરવિંદ યાદવ, વોર્ડ અધ્યક્ષ વિવેક નીચાની સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here