NSUI ના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રજુઆત

NSUIના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓ માટે કરવામાં આવી રજુઆત
\"\"

ગુજરાત : તા. ૨૧/૫/૨૦૨૧ ના રોજ થી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ કે જે હાલ અંતીમ વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન અને મેડિકલ પેરા-મેડીકલ શાખા સીવાયના છે તેમને માસ પ્રમોશન આપવામાં આવશે પરંતુ ઘણા વીદ્યાર્થીઓ ને અનેક સવાલો ઉભા થયા છે કે તેમને માસ પ્રમોશન મળશે કે નહીં તેમજ ડોક્ટર ઓફ ફામૅસી કે જેના વિદ્યાર્થીઓને બેચલર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓ ને માસ-પ્રમોસન મળશેની જાહેરાત બાદ અસંમજની સ્થિતિમાં મુકાયા છે અને કોલેજને પણ અપડેટ્સ ન મળી હોવાથી તેઓ પણ વિદ્યાર્થીઓને યોગ્ય જવાબ નથી આપી શકતા એવામાં ધણા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્ધારા NSUIના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ ને જાણ કરવામાં આવતા આ વિદ્યાર્થીઓને GTU પરીપત્ર જાહેર કરવા જેમા જણાવવામાં આવે કે ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓ ને માસ-પ્રમોસન આપવામાં આવ્યુ છે કે નહિ તેને લઈ વીનંતી કરતો લેટરપેડ ઈમેલ દ્વારા રજીસ્ટાર,કુલપતિ ના PA,PS મોકલવામાં આવ્યો.