રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૧.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૪૩૭.૭૮ સામે ૪૮૬૧૬.૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૭૮૬૪.૧૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૨.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૩.૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૧૭૪.૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૨૧૭.૯૫ સામે ૧૪૨૪૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૦૭૮.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૪.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૩.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૧૭૪.૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
વૈશ્વિક સ્તરે અમેરિકામાં નવા પ્રમુખની સત્તાવાર જાહેરાત અને સ્થાનિક સ્તરે આગામી દિવસોમાં ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની સિઝન શરૂ થતાં ફાઈનાન્સિયલ્સ અને આઈટી સ્ટોક્સમાં ખરીદીને પગલે ભારતીય શેરબજારમાં બુધવારે સતત ૧૧માં દિવસે બીએસઇ સેન્સેક્સ ખૂલતાંની સાથે ૪૮૬૧૬ પોઈન્ટની વધુ એક નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી, જોકે વૈશ્વિક સ્તર પર યુરોપમાં કોરોનાના કેસ વધતા અને બ્રિટને નવા સ્ટ્રેઈનને પગલે વધુ એક લોકડાઉન જાહેર કરતા સેન્ટિમેન્ટ ખરાબ થતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારમાં રોજબરોજ સતત જંગી ખરીદી કરી સેન્સેક્સ – નિફટી ફ્યુચરને નવી વિક્રમી ઊંચાઈએ લાવી દીધા બાદ આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાવી રેકોર્ડ તેજીને વિરામ આપ્યો હતો.
દેશમાં કોરોનાની બે રસી ભારત બાયોટેકની સ્વદેશી કોવૈક્સીન અને સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવીશીલ્ડને ઇમર્જન્સિ ઉપયોગને મળેલી મંજુરીથી રોકાણકારોમાં ઉત્સાહે અને ફોરેન ફંડોની સતત લેવાલીએ ગત સપ્તાહે બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૧.૯૦% મજબુતી જોવા મળી હતી, ઉપરાંત ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામો પણ અપેક્ષા કરતા સારા રહે તેવું અનુમાને સતત ૧૦દિવસથી વનસાઈડ તેજી બાદ પોઝિશન ઓવરબોટ સર્જાતા આજે ફંડો, ઈન્વેસ્ટરોએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેસિક મટિરીયલ્સ, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, યુટિલિટીઝ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, આઇટી, ઓટો અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૦ અને વધનારની સંખ્યા ૧૫૪૫ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…..
મિત્રો, ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની અવિરત લેવાલી દ્વારા દરેક સેક્ટરમાં તેજીનો માહોલ અકબંધ રીતે જળવાઇ રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી ટ્રેડરોએ ઇન્ટ્રાડે ટ્રેડિંગ દ્વારા નફો બુક કરતાં જોવા મળે છે. ભારતીય શેરબજારમાં એક તરફી તેજીના મહોલે રોકાણકારો તેમજ ટ્રેડરોમાં ઉત્સાહ સાથે સાવચેતીનું વલણ પણ જોવાઈ રહ્યું છે. દરેક ઉછાળેથી ઇન્ટ્રાડે એકાદ નાનું કરેક્શન નોંધાવી નિફ્ટી અને સેન્સેકસ પ્રત્યાઘાતી ઘટાડેથી ફરી તેજીનો માહોલ જાળવી રાખવામાં સફળ થયા છે.
કોરોનાના સંક્રમણમાં ફરી વિશ્વના મોટા દેશોમાં વધારા સાથે ભારતમાં પણ કોરોનાની ચિંતા યથાવત રહી હોવા છતાં કોરોના વેક્સિન ડેવલપમેન્ટને પોઝિટીવ અહેવાલો અને હવે પરિસ્થિતિ ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ઝડપી સ્થિર થવાના આશાવાદે આર્થિક ગતિવિધિ વધવાના અંદાજોએ ફોરેન ફંડો ભારતમાં આર્થિક વિકાસની મોટી તકો જોઈ રહ્યા હોઈ ભારતીય શેરબજારમાં અવિરત મોટાપાયે ખરીદદાર રહ્યા છે, પરંતુ ભારતીય શેરબજારમાં અત્યારે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ જોવાઈ રહી છે ત્યારે હજુ આ વિક્રમી તેજીની દોટમાં શેરોમાં ઉછાળે ખરીદીમાં સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ પ્રવાહ પર નજર સાથે વૈશ્વિક મોરચે કોરોનાના નવા સ્વરૂપ અને તેની અસર પર નજર સાથે કોરોના વેક્સિનના ડેવલપમેન્ટ પર નજર રહેશે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે બ્રેક્ઝિટ ડિલની આસપાસ થઈ રહેલા ડેવલપમેન્ટસ સાથે સ્થાનિક સ્તરે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૦૭.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૬.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૧૭૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૦૪૪ પોઈન્ટના પ્રથમ અને ૧૩૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૨૦૨ પોઈન્ટ થી ૧૪૨૩૨ પોઈન્ટ, ૧૪૨૭૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૬.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૧૮૨૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૧૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૯૭૦ પોઈન્ટ થી ૩૨૦૮૮ પોઈન્ટ, ૩૨૧૩૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૧૩૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ટોરેન્ટ ફાર્મા ( ૨૮૦૪ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૩૩ થી રૂ.૨૮૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- એપોલો હોસ્પિટલ્સ ( ૨૪૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૪૦૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૫૩૦ થી રૂ.૨૫૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ડીગો ( ૧૭૨૯ ) :- રૂ.૧૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૧૬૮૮ ના બીજા સપોર્ટથી એરલાઇન્સ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- સિપ્લા લિમિટેડ ( ૮૨૯ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૪ થી રૂ.૮૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ડાબર ઈન્ડિયા ( ૫૩૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૨૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૪૭ થી રૂ.૫૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૦૯ થી રૂ.૧૮૯૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૭૦૦ ) :- રૂ.૧૭૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૮૮ થી રૂ.૧૬૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૫૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- લુપિન લિમિટેડ ( ૧૦૦૫ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૨૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૯૬ થી રૂ.૯૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૯૭૨) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૬૦ થી રૂ.૯૫૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૭૩૭ ) :- રૂ.૭૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૨૩ થી રૂ.૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!