Home Stock Market વિદેશી સંસ્થાઓની અવિરત લેવાલીએ શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!

વિદેશી સંસ્થાઓની અવિરત લેવાલીએ શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!

218
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૧.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૭૮૨.૫૧ સામે ૪૯૨૫૨.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૯૫૬.૩૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૭.૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૬.૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૨૬૯.૩૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૭૦.૯૦ સામે ૧૪૪૫૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૦૦.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૪૯૩.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે ભારતીય શેરબજારનો બીએસઇ સેન્સેક્સ આજે ફરી ૪૯૩૦૩ પોઈન્ટની નવી રેકોર્ડ સ્તરની ઊંચાઈ પર બંધ રહ્યો હતો. ગત સપ્તાહના અંતે TCSના આવેલા ત્રિમાસિક પરિણામો અપેક્ષા અનુસાર રહેતા અને આગામી આઈટી કંપનીઓના રિઝલ્ટ સારા જાહેર થવાની અપેક્ષાએ આજે પણ આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં સતત લેવાલી રહેતા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વિદેશી રોકાણકારો દ્વારા ગત કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં સતત ખરીદી બાદ કોરોના વેક્સીનના પોઝિટિવ અહેવાલથી ભારતીય અર્થવ્યવસ્થામાં તેજીની આશા સાથે કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં પણ ખરીદી ચાલુ રાખતા જાન્યુઆરી માસમાં ગત સપ્તાહે વિદેશી રોકાણકારોએ અંદાજીત રૂ.૯૨૬૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 

અમેરિકામાં જો બિડેન પ્રમુખપદે સત્તાવાર રીતે જાહેર થઈ જતા હવે વધુ મોટા સ્ટીમ્યુલસ પેકેજની આશાએ અમેરિકા સહિતના વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં આજે HCL ટેકનોલોજીમાં ૬.૦૮%, ઈન્ફોસિસમાં ૪.૫૫%, વિપ્રો લિ.માં ૩.૬૮% ટેક મહિન્દ્રામાં ૨.૪૧% અને TCS લિ. ઉપરાંત આઇટી શેરમાં તેજીને પગલે તેજી જોવા મળી હતી. ગત સપ્તાહે પણ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૧.૫%નો ઉછળો જોવા મળ્યો હતો. ઉપરાંત આગામી દિવસોમાં રોકાણકારોની બજેટ પર પણ નજર રહેશે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર એનર્જી, ઈન્ડસ્ટ્રીયલ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, મેટલ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૭૭ અને વધનારની સંખ્યા ૧૪૭૮ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજાર ઓવરબોટ ઝોનમાં ખાસ્સા સમયથી છે પરંતુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે જેને કારણે બજારમાં તેજી જળવાઈ રહી છે. બજારની આગામી તેજીનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે. એફઆઈઆઈની સતત ખરીદી જાન્યુઆરી માસમાં પણ આગળ વધી રહી છે. ત્યારે આગામી દિવસોમાં તેમની ખરીદી ચાલુ રહે છે કે કેન્દ્રિય બજેટ પૂર્વે વિદેશી સંસ્થાઓ નફો બુક કરશે કે ખરીદી નો માહોલ યથાવત રાખશે તેનાં ઉપર ભારતીય શેરબજારનો આધાર રહેશે.

કોરોના સંક્રમણના નવા દોરમાં યુ.કે. સહિત યુરોપના દેશોમાં સંકટ વધી રહ્યું હોઈ એક તરફ વૈશ્વિક આર્થિક સંકટ ઘેરાવાની ચિંતા છે, તો બીજી તરફ ફોરેન ફંડોની ભારતીય બજારોમાં અવિરત ખરીદી કરી રહી છે. કોરોના મહામારી કારણે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આગામી રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં  વધુ પ્રોત્સાહનો જાહેર થવાના અહેવાલે ફંડોએ શેરોમાં અવિરત ખરીદી વધારી છે. જેથી હવે બજેટની તૈયારી વચ્ચે શેરોમાં થઈ રહેલા તેજીના આ અતિરેકમાં સાવચેતી જરૂરી બની રહેશે. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હવે આગામી દિવસોમાં ૧૩,જાન્યુઆરીના રોજ ઈન્ફોસીસ અને વિપ્રોના જાહેર થનારા પરિણામ અને ૧૫,જાન્યુઆરીના એચસીએલ ટેકનોલોજીસના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે.

તા.૧૨.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૧.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૪૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૫૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૪૫૭૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૪૦૪ પોઈન્ટ થી ૧૪૩૭૩ પોઈન્ટ, ૧૪૩૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૫૭૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૧.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૧૧૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૨૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૦૦૮ પોઈન્ટ થી ૩૧૯૭૦ પોઈન્ટ, ૩૧૮૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૮૩૪ ) :- સ્પેશિયલટી કેમિકલ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૧૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૪૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૧૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૭૩ થી રૂ.૧૪૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૦૦૫ ) :- રૂ.૯૯૦ નો પ્રથમ તેમજ રૂ.૯૭૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૨ થી રૂ.૧૦૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • રામકો સિમેન્ટ ( ૮૫૯ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૭૮ થી રૂ.૮૮૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૧૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૨૩ થી રૂ.૬૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૯૬ થી રૂ.૧૮૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૬૨૯ ) :- રૂ.૧૬૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૦૧૨ ) : ઇલેક્ટ્રિક ઇક્વિપમેનટ પ્રોડકટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૩૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૯૮ થી રૂ.૯૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમર રાજા બેટરીઝ ( ૯૮૭) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૭૪ થી રૂ.૯૬૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૧૪ ) :- રૂ.૮૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૪૨ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૯૭ થી રૂ.૭૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here