Home Stock Market શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

556
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૧.૨૦૨૧ ના રોજ

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૨૬૯.૩૨ સામે ૪૯૨૨૮.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૦૭૯.૫૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૯.૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૭.૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૫૧૭.૧૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૪૮૯.૨૫ સામે ૧૪૪૭૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૫૪.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૯.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૫૯૯.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક સ્તરે અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેવટે પોતાની હાર સ્વીકારી લઈ નવી સરકારને સત્તાના સુત્રો સોંપી દેતા અમેરિકન શેરબજારોમાં આવેલી અફડાતફડી બાદ આજે નબળા વૈશ્વિક સંકેતોને પગલે સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં સ્થાનિક શેરબજારમાં ખૂલતાની સાથે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલી વચ્ચે ૧લી ફેબ્રુઆરીના રોજ જાહેર થનારા કેન્દ્રિય બજેટની જાહેરાત પૂર્વે વર્તમાન નાણાકીયવર્ષ માટે દેશના જીડીપી તથા રાજકોષિય ખાધના બન્ને પ્રાથમિક અંદાજો બજારની અપેક્ષા પ્રમાણે આવતા ભારતીય શેરબજારે આજે ફરી નવી રેકોર્ડ ઊંચાઈ નોંધાવી હતી.

યુરોપમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી હોવાથી તેની ચિંતા હાવિ થતા વૈશ્વિક બજારોમાં નવા સપ્તાહનો આરંભ નરમ સાથે વૈશ્વિક ક્રૂડ ઓઈલ માર્કેટમાં પણ નરમાઈ જોવા મળી હતી. સ્થાનિક સ્તરે ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામોની મોસમ શરૂ થઈ જતાં અને કંપનીના પરિણામો સારા જાહેર થવાની અપેક્ષાએ આજે એનર્જી ટેલિકોમ અને રિયલ્ટી શેરોમાં સતત ખરીદીએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ઉપરાંત ઓટો સેક્ટરના ડિસેમ્બરના વેચાણના આંકડા સારા આવતા બજારને તેજી માટે વધુ એક કારણ મળ્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં સીડીજીએસ, એફએમસીજી, હેલ્થકેર, આઇટી, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૫ અને વધનારની સંખ્યા ૧૬૬૪ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના મહામારીનો અંત લાવવા વિશ્વભરમાં વેક્સિનના ડેવલપમેન્ટ માટે થઈ રહેલા અથાગ પ્રયાસોને સફળતા મળી રહ્યાના અહેવાલે આ મહામારીનો અંત નજીક આવવાની આશાએ વૈશ્વિક અર્થતંત્ર પણ ફરી રિકવરીના પંથે પડવાના અંદાજો પાછળ વૈશ્વિક બજારોમાં તેજી જોવાઈ રહી છે, પરંતુ હાલ કોરોના મહામારીના નવા કેસો સામે આવી રહ્યા સાથે હજુ વેક્સિનના પરિણામ અનિશ્ચિતતા કાયમ છે. આ સંજોગોમાં વેક્સિનેશન માટે વિવિધ દેશોમાં ડિસ્ટ્રીબ્યુશન સહિતના નેટવર્કને તૈયાર કરવા તડામાર તૈયારીઓ થઈ રહ્યાના અહેવાલોએ આ મહામારીનો અંત નજીક આવવાના ઊભા કરેલા ચિત્રએ ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીની દોટ કાયમ રાખી છે, પરંતુ આ તેજીના તોફાનને અનુસરવામાં સાવચેતી જરૂરી બની રહેશે.

કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થઈ ગઈ છે અને ગત સપ્તાહે આઈટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ દ્વારા અપેક્ષાથી સાધારણ પરિણામ જાહેર કર્યા છતાં ગત ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીનું તોફાન આગળ વધારતાં રહીને ટૂંકાગાળાના કરેકશન બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વૈશ્વિક અને સ્થાનિક સ્તરે નેગેટીવ પરિબળો છતાં સતત ખરીદી ચાલુ રહી છે. વૈશ્વિક મોરચે કોરોનાના નવા સ્વરૂપને લઈ વધતી ચિંતા વચ્ચે કેસોની સંખ્યા પર નજર રહેશે. આ સાથે ચાઈના અને અમેરિકાના ડિસેમ્બર મહિનાના ફુગાવાના જાહેર થનારા આંક પર નજર રહેશે. ઉપરાંત અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં અફડાતફડી અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૩.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૨.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૫૯૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૫૦૫ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૩૬ પોઈન્ટ થી ૧૪૬૭૬ પોઈન્ટ, ૧૪૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૨.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૪૬૦ પોઈન્ટ :-આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૩૨૦ પોઈન્ટના પ્રથમ અને ૩૨૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૫૩૩ પોઈન્ટ થી ૩૨૬૭૬ પોઈન્ટ, ૩૨૭૦૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૬૦ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૧૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૭ થી રૂ.૧૯૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૦૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લાર્સન & ટૂબ્રો ( ૧૩૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૨૮૪ ) :- રૂ.૧૨૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૪૭ ના બીજા સપોર્ટથી ફાઇનાન્સ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એચસીએલ ટેક્નોલોજી ( ૧૦૬૨ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૭૭ થી રૂ.૧૦૮૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૮૩ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૭૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કાર & યુટિલિટી વિહિકલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૯૩ થી રૂ.૮૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એચડીએફસી લિમિટેડ ( ૨૭૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૨૭ થી રૂ.૨૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એપોલો હોસ્પિટલ ( ૨૫૨૪ ) :- રૂ.૨૫૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૫૭૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૫૦૩ થી રૂ.૨૪૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૫૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૮૧૦ ) : સ્પેશિયાલિટી કેમિકલ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૦૧૨) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૯૮ થી રૂ.૯૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૮૬૧ ) :- રૂ.૮૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૮૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૪૮ થી રૂ.૮૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here