રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૧.૨૦૨૧ ના રોજ…
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૧૭.૧૧ સામે ૪૯૭૬૩.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૦૭૩.૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૨૧.૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪.૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૪૯૨.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૯૭.૯૫ સામે ૧૪૬૫૩.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૪૭૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૬૦૬.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ઈન્ડેક્સ બેઝ્ડ હેવીવેઈટ શેરોમાં જોરદાર લેવાલીને પગલે શરૂઆતી તબક્કામાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી અને બીએસઇ સેન્સેક્સે આજે ફરી ૪૯૭૯૫ પોઈન્ટની નવી રેકોર્ડ ઊંચાઈ નોંધાવી ૫૦૦૦૦ પોઈન્ટની સપાટીની નજીક પહોંચી ગયો હતો. ડિસેમ્બર ક્વાર્ટરના આરંભિક પરિણામો પ્રોત્સાહક રહેતા વિદેશી રોકાણકારો દ્વારા સતત લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં આગેકૂચ જોવા મળી હતી. જોકે રિઝર્વ બેન્કના એફએસઆર રિપોર્ટમાં દર્શાવાયેલા એલર્ટ અને આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની ચેતવણીને પગલે ભારે બે તરફી અફડાતફડી બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કોરોના સંક્રમણમાં ફરી યુરોપના દેશોમાં ચિંતાજનક વધારા સાથે વૈશ્વિક આર્થિક મંદીના ફફડાટ છતાં ભારતમાં કોરોના કાળમાંથી ધીમે ધીમે અર્થતંત્ર બહાર આવીને વૃદ્વિના પંથે આવી રહ્યાના અને ખાસ વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં વધારા સાથે ડિજિટાઈઝેશનને આ કાળમાં વેગ મળી રહ્યો હોઈ ટેલિકોમ, આઈટી-સોફટવેર સર્વિસિઝ કંપનીઓની કામગીરી અત્યંત સારી નીવડવાના અંદાજો વચ્ચે આજે ફંડોની લેવાલીએ ઐતિહાસિક તેજીને આગળ વધારી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, એનર્જી, ફાઈનાન્સ, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૩ અને વધનારની સંખ્યા ૧૨૦૯ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…..
મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આર્થિક રિકવરી છતાં ભારતની એનપીએની સમસ્યા આગામી સમયગાળામાં વધુ વકરી શકે તે પ્રકારે કરેલા નિવેદને આજે ભારતીય શેરબજાર પર દબાણ જોવા મળ્યું હતું. ફોરેન ફંડોએ એક તરફ શેરોમાં અવિરત રોજબરોજ મોટી ખરીદી કરી રહ્યા છે, પરંતુ લોકલ ફંડોનું વનસાઈડ રોજ બરોજ સેલીંગ થઈ રહ્યું છે. જેથી અત્યારે તેજીનો હવે અતિરેક થઈ રહ્યો છે. બજેટની તૈયારી વચ્ચે શેરોમાં પણ અવિરત વિક્રમી રેકોર્ડ તેજીના એફઆઈઆઈ ઈનફ્લોનો મહત્વનો સપોર્ટ મળી રહ્યો છે. અગામી દિવસોમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની રસીની સફળતાના દાવા બાદ હવે તેના વિતરણ થઇ રહી છે. આ સમાચાર ઉત્સાહપ્રેરક છે પરંતુ વ્યાપક જનસંખ્યાને જોતા તાત્કાલિક ધોરણે તમામ લોકો માટે રસી ઉપલબ્ધ થાય છે, તે મહત્વનું છે.
કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે, એફઆઈઆઈની સતત ખરીદી આગળ વધી રહી છે. બજારનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે. ત્યારે તેમની ખરીદી ચાલુ રહે છે કે અગામી દિવસોમાં તેઓ નફો બુક કરશે તે જોવાનું રહેશે. યુ.કે.માં નવા સ્વરૂપે કોરોના ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલો સામે રસી અંગેના પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે અને આર્થિક રિકવરી પણ સારી જોવાઈ રહી છે. જોકે અમેરિકમાં વધુ સ્ટીમ્યુલસ અંગેની અનિશ્ચિતતા અને બ્રેક્ઝિટની અનિશ્ચિતાને કારણે વૈશ્વિક નરમાઈની અસર સ્થાનિક શેરબજાર પર પડી શકે છે અને આગામી દિવસોમાં ઈન્ડેક્સમાં કોન્સોલિડેશન જોવા મળી શકે છે.
તા.૧૪.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૩.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૫૯૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૫૩૩ પોઈન્ટ થી ૧૪૫૦૫ પોઈન્ટ, ૧૪૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૩.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૨૬૪૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૩૩૦૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૫૭૫ પોઈન્ટ થી ૩૨૪૭૪ પોઈન્ટ, ૩૨૩૨૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૦૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ટોરેન્ટ ફાર્મા ( ૨૭૮૧ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૦૮ થી રૂ.૨૮૧૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૧૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૫૭ થી રૂ.૧૯૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૩૬૮ ) :- રૂ.૧૩૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૩૦ ના બીજા સપોર્ટથી કમર્શિયલ વિહિકલ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૮૩ થી રૂ.૧૩૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- લુપિન લિમિટેડ ( ૧૦૭૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા સ્ટીલ ( ૭૧૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૨૨ થી રૂ.૭૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- મુથુત ફાઈનાન્સ ( ૧૨૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૦૩૫ ) :- રૂ.૧૦૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૧૯ થી રૂ.૧૦૦૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ઈન્ડસઈન્ડ બેન્ક ( ૯૪૭ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૬૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૩૩ થી રૂ.૯૧૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- રામકો સિમેન્ટ ( ૮૪૯) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૩૮ થી રૂ.૮૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સન ફાર્મા ( ૬૦૫ ) :- રૂ.૬૧૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૨૨ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૮૮ થી રૂ.૫૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!