Home Stock Market ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી તેજી યથાવત્.…!!

ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી તેજી યથાવત્.…!!

408
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૧.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૫૬૪.૨૭ સામે ૪૮૯૦૦.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૮૦૫.૫૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૯૪.૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૪.૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૩૯૮.૨૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૨૮૭.૨૫ સામે ૧૪૩૮૦.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૩૬૪.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૨.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૪.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૫૭૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ ૧૮ જાન્યુઆરી સુધીમાં ભારતીય શેરબજારમાં અંદાજીત રૂ.૧૭,૫૫૧.૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. કોર્પોરેટ ઈન્ડિયાની કંપનીઓ ત્રીજા ત્રિમાસિકના પરિણામો સારા આવવાની અપેક્ષાએ ભારતીય બજારો પ્રત્યે FPIનું આકર્ષણ વધ્યું છે. વૈશ્વિક સ્તરે અમેરિકન પ્રમુખ તરીકે જો બાઇડન ચૂંટાયા છે પરંતુ તેઓ કોર્પોરેટ ટેક્સમાં વધારો કરવાની સ્થિતિમાં ન હોવાના કારણે વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે. ભારતમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે અને તેના કારણે પણ સેન્ટિમેન્ટમાં સુધારો થઇ રહ્યો છે. માત્ર વિદેશી રોકાણકારો નહીં, ભારતીય રોકાણકારો પણ ઈક્વિટી બજાર વળ્યા છે તે હાલની તેજીમાં સ્પષ્ટ છે ગત કેલેન્ડર વર્ષમાં ભારતમાં નવા અંદાજીત એક કરોડ ડિમેટ એકાઉન્ટ ખૂલ્યાં છે તે દર્શાવે છે કે ભારતીયોને ભારત ના અર્થતંત્રની મજબૂતી પર પૂરો વિશ્વાસ છે.

ગત કેલેન્ડર વર્ષે માર્ચ મહિનામાં કોરોના લોકડાઉન અગાઉ જ ભારતીય શેરબજારનો સેન્સેકસ અંદાજીત ૨૫૦૦૦ પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો અને બજારમાં ગભરાટનો માહોલ જોવાયો હતો પરંતુ જાન્યુઆરી ૨૦૨૧માં આજ રોજ ફરી બીએસઇ સેન્સેકસ ૪૯૦૦૦ પોઈન્ટની સપાટી વટાવી ગયો છે અને ૫૦,૦૦૦ પોઈન્ટની ઐતિહાસિક ઊંચાઈની નજીક બંધ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતીય અર્થતંત્ર માટે આશાવાદ જોવા મળે છે અને તમામ ઇમર્જીંગ માર્કેટમાં ભારતીય બજારનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો છે. ઉપરાંત દેશમાં કોરોના મહામારીના સંક્રમણનાં કેસોમાં આવેલો ઘટાડાંએ પણ FPI ભારતીય માર્કેટમાં રોકાણ કરવા માટે આકર્ષાયા છે. ભારતીય શેરબજારનાં ત્રીજા ક્વાર્ટરનાં સારા પરિણામો અપેક્ષાથી વધુ સારા આવવાને લીધે ઉભરતાં બજારો માટે FPIનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રીયલ, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, મેટલ, પાવર અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં પણ લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૭૪ અને વધનારની સંખ્યા ૨૧૨૪ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના મહામારીના કારણે વિશ્વના અલગ-અલગ દેશોએ ઘણા મોટા પ્રમાણમાં સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કર્યા છે. એક અંદાજ મુજબ તમામ દેશોના સ્ટિમ્યુલસ પેકેજનો કુલ આંકડો અંદાજીત ૮ ટ્રિલિયન ડોલર થવા જાય છે. સ્વાભાવિક રીતે આ નાણા ઇમર્જીંગ માર્કેટમાં ઠલવાઈ રહ્યા છે અને ભારત ઇમર્જિંગ માર્કેટ્સની આગેવાની લઈ રહ્યું છે. વૈશ્વિક રોકાણકારો બીજા દેશોના બજારોની સરખામણીએ ભારતીય બજાર પસંદ કરી રહ્યા છે અને વૈશ્વિક સ્ટિમ્યુલસ પેકેજના નાણા ભારતના તમામ એસેટ ક્લાસમાં ઠલવાઈ રહ્યા છે. શેરબજારમાં અભૂતપૂર્વ  તેજીનું અન્ય મહત્વનું કારણ ઐતિહાસિક રીતે નીચી સપાટીએ રહેલા વ્યાજ દર પણ છે. આરબીઆઇએ કોરોનાની શરૂઆતમાં જ અર્થતંત્રને ટેકો આપવા માટે રેપો રેટમાં ૭૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો અને ત્યારબાદ મે મહિનામાં વધુ ૪૦ બેઝિસ પોઇન્ટ ઘટાડયા હતા. એક રીતે જોઈએ તો ફેબ્રુઆરી ૨૦૧૯ પછી રેપો રેટમાં ૨૫૦ બેસીસ પોઈન્ટ ઘટાડવામાં આવ્યા છે, તેથી વગેરે પોઝિટિવ બાબતને પગલે ભારતીય ઇક્વિટી બજારમાં સતત નવું રોકાણ આવી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે આગામી દિવસોમાં અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જોય બિદેન અને ઉપપ્રમુખ કમલા હેરિસ દ્વારા ૨૦ જાન્યુઆરીના લેવાનારા શપથ અને ત્યાર બાદ અમેરિકી પ્રમુખ વધુ ક્યા પોલીસી નિર્ણયો લેવાશે એના અપનારા સંકેત અને બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાનની ૨૧,જાન્યુઆરીના વ્યાજ દર મામલે મીટિંગ પર  વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે. આ સાથે આગામી સપ્તાહમાં અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર નજર રહેશે.

તા.૨૦.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                

તા.૧૯.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૫૭૨ પોઈન્ટ :-આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૦૬ પોઈન્ટ થી ૧૪૬૩૬ પોઈન્ટ, ૧૪૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૯.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૫૩૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૩૨૦ પોઈન્ટના પ્રથમ અને ૩૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૬૦૬ પોઈન્ટ થી ૩૨૬૭૬ પોઈન્ટ, ૩૨૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૨૪ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૧૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૦૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૦૮ થી રૂ.૧૧૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૯૩૧ ) :- રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૯૮ ના બીજા સપોર્ટથી ફાર્માસેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • રામકો સિમેન્ટ ( ૮૦૬ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ થી રૂ.૮૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૬૭૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૭૬ થી રૂ.૬૮૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એચડીએફસી લિમિટેડ ( ૨૬૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૬૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૬૪૭ થી રૂ.૨૬૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૦૨૪ ) :- રૂ.૨૦૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૬૨ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૦૦૯ થી રૂ.૧૯૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૮૨૮ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૪૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બાયોટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૬૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૪૪ થી રૂ.૪૩૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત પેટ્રોલિયમ ( ૪૧૪ ) :- રૂ.૪૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૦૮ થી રૂ.૩૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૩૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here