Home Stock Market શેરબજાર અનિર્ણાયક તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

શેરબજાર અનિર્ણાયક તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

811
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૭૪.૩૨ સામે ૪૯૯૯૪.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૬૫૯.૮૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૭.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭.૦૯ પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે ૪૯૭૫૧.૪૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૭૨.૬૫ સામે ૧૪૭૫૫.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૬૨.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૮.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૨૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. લાંબા સમયથી અવિરત વિક્રમી તેજી કરનારા ફોરેન ફંડોએ ભારતમાં ફરી કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ઓલ રાઉન્ડ તેજીનો વેપાર હળવો કરવા લાગતા ગઇકાલે ભારે વેચવાલી મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી અનેક નેગેટીવ પરિબળોને અવગણીને શેરોમાં અવિરત વિક્રમી તેજી બાદ મહારાષ્ટ્ર, કેરળ, છતિસગઢ, પંજાબ સહિતના રાજયોમાં કેસો વધવા લાગતાં અને કોરોનાના કેસોમાં વધારો થવાની બતાવાતી શકયતા વચ્ચે ફરી દેશમાં અનેક રાજયોમાં લોકડાઉનની ફરજ પડવાના સંકેતોએ આર્થિક ગતિવિધીને મોટો ફટકો પડવાના એંધાણ વચ્ચે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડી બાદ સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

આગામી દિવસોમાં એફ એન્ડ ઓમાં ફેબ્રુઆરી વલણના અંત અને ફરી લોકડાઉનની પરિસ્થિતિના સંજોગોમાં આર્થિક મોરચે પીછેહઠ અને દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના અહેવાલે સરકાર માટે મોટા પડકારો આવી પડવાના એંધાણે સપ્તાહના પ્રાંરભમાં જ લોકડાઉનની સંભાવનાઓ વધતા ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. ભારતમાં પણ કોરોનાનો વધુ એક વાઇરસ દેખાતા તેની નકારાત્મક અસર સેન્ટીમેન્ટ પર પડી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફાઈનાન્સ, ટેલિકોમ અને બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૩૨ અને વધનારની સંખ્યા ૧૬૯૦ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થયાં બાદ આઉટલૂકમાં નોંધપાત્ર સુધારો જોવાયો છે અને અર્થતંત્રના સાતત્યપૂર્ણ વિકાસ અને કોવિડ પૂર્વેની સક્ષમ આર્થિક સ્થિતિ પુનઃ હાંસલ કરવા માટે વૃદ્ધિની ગતિને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા વૃદ્ધિને ઉત્તેજન આપવા આગામી દિવસોમાં જંગી રોકાણ કરવામાં આવશે. આ ઉપરાંત બજેટની જાહેરાતોના કારણે ગ્રામીણ બજારોમાં હકારાત્મક સેન્ટીમેન્ટને છે જે માંગમાં તેજી જાળવશે. કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો દર્શાવે છે કે રિકવરી આગળ વધી રહી છે. ઘણી કંપનીઓએ અર્નિંગની અપેક્ષાઓ કરતા ચઢિયાતો દેખાવ કર્યો છે જે દર્શાવે છે કે સ્થાનિક માંગમાં રિકવરી ધારણા કરતા વધારે સારી રહી છે.

સરકાર દ્વારા કેન્દ્રિય બજેટમાં જાહેરાતો કરી તેના કારણે આશાવાદ સર્જાયો છે. જેમાં હવે આગામી દિવસોમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં ફેબ્રુઆરી વલણનો અંત આવી રહ્યો હોઈ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ મોટી અફડાતફડી જોવા મળી શકે છે. ઉપરાંત ભારતના જીડીપી વૃદ્વિના ચોથા ત્રિમાસિક માટેના જાહેર થનારા આંક અને ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉત્પાદનના જાન્યુઆરી મહિના માટેના જાહેર થનારા આંક પર નજર રહેશે.

તા.૨૪.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                

તા.૨૩.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૭૬ પોઈન્ટ થી ૧૪૬૩૦ પોઈન્ટ ૧૪૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૩.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૧૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૩૭૩ પોઈન્ટ થી ૩૫૪૭૪ પોઈન્ટ, ૩૫૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ  ( ૧૭૩૩ ) :- સ્પેશિયાલિટી કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૨૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૬૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી પોર્ટ ( ૬૬૩ ) :- રૂ.૬૪૭ નો પ્રથમ તેમજ રૂ.૬૩૦ ના બીજા સપોર્ટથી મરીન પોર્ટ & સર્વિસ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૭૦ થી રૂ.૬૭૬ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારતી એરટેલ ( ૫૬૬ ) :- ટેલીકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૭ થી રૂ.૫૮૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૪૯૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૦૮ થી રૂ.૫૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૧૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ પ્રોડકટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અમરરાજા બેટરી ( ૮૮૨ ) :- રૂ.૮૯૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૦૯ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૮૬૮ થી રૂ.૮૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૧૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૨૨ ) :- ફર્નીચર, ફર્નીશિંગ, & પેઈન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટીવીએસ મોટર ( ૫૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૨૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૮૫ થી રૂ.૫૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૪૧૬ ) :- ૪૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૩૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here