અંબાણીના નિવાસ્થાન બહાર જે સ્કોર્પિયો મળી આવી હતી તેના મૂળ માલિકનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો

અંબાણીના નિવાસ્થાન બહાર જે સ્કોર્પિયો મળી આવી હતી તેના મૂળ માલિકનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો

\"\"મુંબઈ : થોડા દિવસ પહેલા દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસ્થાનની નજીક એક સ્કોર્પિયો કોઈએ પાર્કિંગ કરી હતી જે શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ કરતા સ્કોર્પિયોમાંથી વિસ્ફોટમાં ઉપયોગ કરવામાં આવે એ જીલેટીન સ્ટિક એક ધમકીભર્યો પત્ર અને અંબાણી પરિવારના કાફલામાં રહેતી કારોની નંબર પ્લેટ મળી આવી હતી. જીણવટભરી તપાસ કરતા એ સ્કોર્પિયો હિરેન મનસુખ નામની વ્યક્તિની હોવાની જાણકારી મળી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેને કહ્યું હતું કે ૧૭ તારીખે ઐરોલી પાસે કારનું સ્ટેરીંગ જામ થતા ત્યાં મૂકી હતી બીજા દિવસે તે સ્થળ પર કાર ના મળતા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. હિરેન મનસુખનો મૃતદેહ કલવા ખાડીમાં મળી આવ્યો હતો પોલીસનું કહેવું છે કે આત્મહત્યા લાગી રહી છે પરંતુ આગળની તપાસ કરી પછી વધુ માહિતી આપવામાં આવશે. લાશને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.