ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૩.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૮૪૬.૦૮ સામે ૫૦૫૧૭.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૦૧૬૦.૫૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૨૫.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૦.૭૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૪૦૫.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૦૬.૨૫ સામે ૧૪૯૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૮૬૧.૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૬.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૩.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૯૫૩.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

અમેરિકામાં આર્થિક રિકવરી સાથે સાથે હવે બોન્ડ યીલ્ડમાં વૃદ્વિ નોંધાતાં અમેરિકી શેરબજારોમાં ઘટાડા સાથે ફરી આજે વૈશ્વિક બજારોમાં ઘટાડો નોંધાતા ભારતીય શેરબજારમાં પણ સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક મોરચે કોરોના સંક્રમણના પડકાર વચ્ચે વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ અને સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી દેશના અનેક રાજયોમાં લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે આજે શેરોમાં ફંડોની સતત ખરીદી બાદ સાવચેતીએ ભારે બે તરફી અફડાતફડીના અંતે વધ્યામથાળેથી શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કોરોના સંક્રમણ ફરી દેશના વિવિધ રાજયોમાં વધવા લાગતાં સરકારે ફરી લોકડાઉનના સંકેત આપતાં અને એના પરિણામે આર્થિક ગતિવિધિ પર અસર પડવાના અને આર્થિક વિકાસને ફરી ફટકો પડવાની ભીતિએ ફંડોએ આજે સાવચેતીમાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આજે ફંડોની સતત બીજા દિવસે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં આજે બોન્ડના દરોમાં મજબૂતી સાથે વૈશ્વિક કરન્સી સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં પણ વધારો થયો હતો.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૯ અને વધનારની સંખ્યા ૧૦૫૭ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક સ્તરે નવા કોરોના વાઇરસને કારણે લોકડાઉન વધી રહ્યા છે જે હવે સ્થાનિક સ્તરે પહોંચ્યું છે. ભારતમાં ફરી કોરોનાના નવા સ્વરૂપના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ચિંતા વધારી છે તો ફરી ઘણા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી લોકડાઉનની ભીતિ ઊભી થતાં અને આગામી દિવસોમાં મહારાષ્ટ્ર જેવા ઓધૌગિક રાજ્યમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ નિર્માણ થશે તો આર્થિક ગ્રોથને અસર થઈ શકે છે અને વધુ રાહતના પગલાં લેવા માટે સરકાર પર નવો બોજો વધારી શકે છે અને આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ જોવાશે.

અર્થતંત્રની દિશા હજુ પણ કોરાના વાયરસની સ્થિતિ પર જ આધાર રાખી રહી છે. ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.

તા.૦૮.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                                 

તા.૦૫.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૮૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૦૦૮ પોઈન્ટ થી ૧૫૧૦૫ પોઈન્ટ ૧૫૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૫.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૩૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૦૮૮ પોઈન્ટ થી ૩૪૮૦૮ પોઈન્ટ, ૩૪૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટોરેન્ટ ફાર્મા ( ૨૪૮૬ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૨૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૦૮ થી રૂ.૨૫૨૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૯૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૧૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૮૦નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૭૩૮ ) :- રૂ.૧૭૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૦૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૬૦ થી રૂ.૧૭૭૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અમરરાજા બેટરી ( ૮૯૮ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૯ થી ૯૨૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૩૬ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૫૩ થી રૂ.૫૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસીસી લિમિટેડ ( ૧૮૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૩૭ ) :- રૂ.૧૦૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૧૩ થી રૂ.૧૦૦૧ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૯૧૪ ) :- ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ. ૯૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૯૮ થી રૂ.૮૮૮ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
  • ટાટા કેમિકલ ( ૭૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૩૭ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબલ્યુ સ્ટીલ ( ૪૦૯ ) :- ૪૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૯૩ થી રૂ.૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૫૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!