આ માયાનગરી મુંબઈ છે

મુંબઈ વિશે તો ઘણું લખ્યું કે પહેલાં કેવી મજા હતી! તો શું મુંબઈની મજા મરી પરવારી છે? મુંબઈ કદી થંભ્યું નથી અને કદી રોકાશે પણ નહીં હંમેશા સતત ધમધમતુ આપણું મુંબઈ ગતિશીલ છે ને રહેશે ચાલો હાલનાં મુંબઈની મજાની કવિતા આપણે માણીએ આ નિયતીની કલમે
\"\"

આ માયાનગરી મુંબઈ છે.

અહીં લોકલટ્રેનમાં ભીડ છે
ને સ્વપ્નાઓ ભરપૂર છે,

અહીં ગગનચુંબી ઈમારત છે
ને લક્ષ્મીદેવીનો વાસ છે.
આ માયાનગરી મુંબઈ છે.

અહીં ગેટવે ઓફ ઈન્ડિયાએ ભારતની શાન છે
ને તાજહોટલ જાજરમાન છે ,

અહીં નરીમાન પોઈન્ટની પાળ છે
ને ક્વિન્સ નેકલેશથી શોભાય છે.
આ માયાનગરી મુંબઈ છે.

અહીં લક્ષ્મીરૂપે મુમ્બાદેવી છે ને કોળીઓની ગ્રામદેવી છે,

અહીં સિધ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની કતાર છે ને લાલબાગનાં રાજાનો દરબાર છે.
આ માયાનગરી મુંબઈ છે.

અહીં હાજીઅલી પીરની દરગાહ છે ને માઉન્ટ મેરીનો મેળો છે,
અહીં રેસકોર્સમાં ઘોડદોડ છે ને લખપતિઓ ગાંડાતુર છે.
આ માયાનગરી મુંબઈ છે.

અહીં નેશનલ સ્ટોક એક્સચેન્જ છે ને બહુરાષ્ટ્રીય કંપનીઓની ભરમાર છે ,
અહીં હોલીવુડ જેવું બોલીવુડ છે ને નહેરુ પ્લેડિટોરિયમ વિશ્વવિખ્યાત છે.
આ માયાનગરી મુંબઈ છે.

અહીં સદીનાં મહાનાયક બચ્ચનનો પ્રતિક્ષા છે ને અંબાણીનો એન્ટીલિયા પણ છે,
અહીં બાળાસાહેબ ઠાકરેનું માતુશ્રી છે ને ભારતરત્ન સચિનની માતૃભૂમિ પણ છે.
આ માયાનગરી મુંબઈ છે.

અહીં ગુડીપડવાની પ્રતિપદા છે ને પારસીની પતેતી કે નવરોઝ પણ છે,
અહીં નવાવર્ષનો ઉમંગ છે ને મારો કચ્છડો બારેમાસ છે.
આ માયાનગરી મુંબઈ છે.

અહીં યુવાની મદમસ્ત છે ને હોટલો ધમધમતી છે,
અહીં દિવસે તો ધમાલ છે ને નાઈટલાઈફ પણ મશહૂર છે .
આ માયાનગરી મુંબઈ છે.

અહીં ગરબે ઘુમતી ગુજરાતણ છે ને પીંગા કરતી મરાઠી મુલગી છે,
અહીં ભાંગડા કરતી પંજાબી કુડી છે ને વિવિધ સંસ્કૃતિનું કેન્દ્ર છે.
આ માયાનગરી મુંબઈ છે.
\"\"અહીં ઘૂઘવાતો અરબસાગર છે ને દરિયાઈ પુલ પણ મનમોહક છે,
અહીં પ્રતિષ્ઠિત પ્રતિભાઓની કર્મભૂમિ છે ને વિશ્વસુંદરીનો સરતાજ છે .
આ માયાનગરી મુંબઈ છે.

અહીં ધારાવી જેવી અચંબિત કરતી ઝૂંપડપટ્ટી છે ને ધનિકોના બંગલા પણ છે ,
અહીં ડરામણાં વરસાદની પણ મજા છે ને મદદ માટે લોકો હાજર છે.
આ માયાનગરી મુંબઈ છે.

અહીં વિકટ પરિસ્થિતિમાં \"નિયતી\" મુંબઈ કદી થમી નથી ને એટલે જ તો એ આમચી મુંબઈ છે.
આ માયાનગરી મુંબઈ છે.

જીજ્ઞા કપુરિયા \"નિયતી\"
\"\"
ad