ઊછલં કુદલ્ મ' કિશોર કુમાર'મ.

◆ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કિશોર કુમારનું નામ સ્વર્ણ અક્ષરે અંકિત છે… (મૂળ નામ – આભાસ કુમાર ગાંગુલી) અને સદા રહેશે.
યેડલિંગ ગાવામાં માહિર કિશોર કુમાર કલાકારોને પૂછતાં સ્ક્રીનપર ગાતી વખતે તમારો હાવભાવ કેવો રાખીને ગીત ગાવાના? એ પ્રમાણે તેઓ કલાકાર માટે ગીત ગાતા…રાજેશ ખન્ના ના ગીતનું યેડલિંગ યાદ છે?. \”જિંદગી એક સફર હૈ સુહાના યહાં કલ ક્યાં હો કિસને જાના\”
દેવઆનંદ અને રાજેશ ખન્ના માટે ગયેલા એમના ગીત જોતા એવું લાગે જાણે તેઓજ ફિલ્મી પડદા પર ગાતા હોય…
◆ 1948માં ફિલ્મ જિદ્દીમાં એમને પ્રથમ ગીત ગાવાનો મોકો મળેલો… એ ગીતના રેકોર્ડીંગ વખતે સંગીતકાર ખેમચંદે અશોકકુમાર અને દેવઆનંદને બોલાવેલા એજ દિવસે ગીતનું રેકોર્ડીંગ પુર્ણ થયેલુ. એ વખતે સંગીતકાર ખેમચંદના આસિસ્ટન્ટ નૌશાદ સાહેબ હતા.
હિન્દી ફિલ્મોમાં સંઘર્ષ કરી રહેલા કિશોર કુમારને 1954માં વિમલરોયે ફિલ્મ \”નોકરી\” માં અભિનેતા તરીકે સાઈન કર્યા. જેના સંગીતકાર સલીલ ચૌધરી હતા. ફિલ્મમાં હિરો કિશોર કુમાર હતા પણ એમના ગીત હેમંત કુમારે ગયેલા…
સલીલ ચૌધરીના કહેવા મુજબ કિશોર કુમારને સંગીતનો ABC આવડતો નથી…
◆ 1971માં આવેલી ગુલઝારની ફિલ્મ \’મેરે અપને\’માં કિશોર કુમારનું યાદગાર ગીત કોણ ભૂલશે \”કોઈ હોતા જીસકો આપના હમ કહ લેતે યારો\”… જેના સંગીતકાર સલીલ ચૌધરી હતા.
સલીલ ચૌધરીએ એક મુલાકાતમાં કહેલું કે સંગીતકાર ખેમચંદે આ હિરાની શોધ કરી એ બદ્દલ એમને સેલ્યુટ છે. કિશોરકુમારને ઓળખવામાં હું થાપ ખાઈ ગયો. ભલેને એણે શાસ્ત્રીય સંગીતની તાલીમ નથી લીધી… એનાથી એની પ્રતિભામાં કોઈ ફરક નથી પડતો.
◆ પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત મન્ના ડે પોતાની આત્મકથા \’મેમેરિઝ કમ અલાઈવ: એન ઑટોબાયોગ્રાફી\’ માં લખે છે. મને શાસ્ત્રીય સંગીત ન જાણનાર કિશોર કુમાર સાથે ગાતી વખતે બીક લાગતી.
કિશોરકુમારનો અંદાજ એમના શાસ્ત્રીય સંગીત પર ભારી પડતો…
ફિલ્મ \’પડોશન\’ નું ગીત \”એક ચતુર નાર કરકે સિંગાર\” એનો ઉત્તમ નમૂનો છે. જેમાં કિશોર કુમારે ગીતને પોતાની રીતે મનોરંજક બનાવેલું…
◆ કિશોરકુમાર સાથે રેકોર્ડીંગ કરતી વખતે લતાદીદી એમને જોડીને શાંત ચિત્તે ગીત ગાવાનું કહેતા પણ કિશોરકુમાર તો પોતાની ધૂનમાં રહેતા…
1975માં કટોકટી દરમ્યાન સંજય ગાંધીએ ફિલ્મી કલાકારો માટે દિલ્લીમાં એક મ્યુઝીકલ નાઈટ રાખેલી જેમાં કિશોર કુમારે જવાની ના પાડી… ત્યારબાદ સંજય ગાંધીએ એ સમયના સૂચના અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લ કહીને સરકારી મધ્યમોમાં કિશોરકુમારના ગીતો વગાડવાની પાબંદી લગાવેલી જેથી કરીને ઓલ ઇન્ડિયા રેડિઓમાં એમના ગીત આવતા બંદ થયેલા…
◆ કિશોરકુમાર દ્વારા ગયેલા ગીતો અને ફિલ્મોને સેન્સર બોર્ડના સર્ટિફિકેટ મળતા ન હતા…
ફિલ્મ \’આંધી\’ (સંજીવકુમાર અને સૂચિત્રાસેન) ને પણ કટોકટી નો માર સહન કરવો પડેલો…
સરકારી હુકમશાહી કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે ઇન્દિરા ગાંધીએ દેશમાં લાધેલી કટોકટી (ઇમરજન્સી). સરકારની વિરુદ્ધ માં બોલનારા, લખનારા કે ગાનારા કોઈ અંધારી કોઠડીમાં ધકેલાઈ જતા…
04થી ઓગસ્ટ 1929 ખંડવા મધ્યપ્રદેશમાં જન્મેલા કિશોરદાએ 13મી ઓક્ટોબર 1987ના રોજ મુંબઇમાં અંતિમશ્વાસ લીધા ત્યારે \”કભી અલવિદા ના કહેના\” કહેનાર આ મહાન ગાયકને અલવિદા કહેવા માટે મોટો જનસાગર ઉભરાઈ ગયેલો…
નોંધઃ- વિવિધ માધ્યમો માંથી સંકલિત કરેલી માહિતી…
◆ C. D. Solanki

◆ Mob. 8108641599