Home Gujarat ગાંધી જ્યંતી નિમિતે હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ...

ગાંધી જ્યંતી નિમિતે હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.- ૧૯ જીલ્લા ના હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા.

774
0

ડી.વાય.એસ.પી.ની અધ્યક્ષતામાં અમરેલી જીલ્લાના હોમગાર્ડ જવાનોએ ભાગ લઈ જીલ્લાનું નામ રોશન કર્યું .

અમિતગીરી ગોસ્વામી – સાવરકુંડલા વડોદરા : ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ જવાનો નું વડોદરા જીલ્લાના જરોદ મુકામે રાજ્યકક્ષાનો ૧૫ દિવસનો લીડરશીપ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં અમરેલી સહિત ગુજરાત રાજ્યના ૧૯ જીલ્લાના હોમગાર્ડ જવાનો ટ્રેનિંગ મેળવી રહ્યા છે. તેમાં બીજી ઓક્ટોબર ગાંધી જ્યંતી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની સુરક્ષા સેતુ સોસાયટી અને વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા ડી.વાય.એસ.પી. ડો.પી.આર.પટેલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો આ તકે કેમ્પ કમાન્ડન્ટ રાણા સાહેબ અને કેમ્પ ઈન્સ્પેકટર ચુડાસમા, આર્મર મકવાણા સાહેબ, મેસ ઓફિસર રાજુભાઈ પરમાર આણદ, ઈન્સટ્રક્ચર પ્રભાતસિંહ બારીયા ગોધરાના સફળ નેતૃત્વ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત તમામ જવાનો દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું તથા કોરોનાં વાયરસ સામે રક્ષણ મેળવવા, માસ્ક પહેરવું, પોલીસની વિવિધ સેવાઓ, હોમગાર્ડની ફરજો અને કાયદો વ્યવસ્થાની જાળવણી, સ્વચ્છતા, એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સંસ્કૃતિ અને ઐતિહાસિક મહત્વની જાણકારી આપવામાં આવી હતી. આ કેમ્પમાં અમરેલી જીલ્લાના હોમગાર્ડ જવાન અમીતગીરી ગોસ્વામી, સુરેશ સોલંકી સાવરકુંડલા તથા શામજીભાઈ મકવાણા જાફરાબાદએ અમરેલી જીલ્લા વતિ ભાગ લઈ અમરેલી જીલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું આ તકે અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી હોમગાર્ડ જવાનોને શુભેચ્છા પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here