આર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો અને બીજા ત્રિમાસિકમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૧૦.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૭૬૫.૫૮ સામે ૫૯૧૪૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૯૫૨.૧૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯૬.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૩.૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૨૯૯.૩૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૩૦.૨૦ સામે ૧૭૫૭૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૫૬૦.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૪.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૭૧૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતમાં ટોચના પાંચ કોર્પોરેટ સીઈઓ સાથે મુલાકાત બાદ આગામી દિવસોમાં ભારતમાં આ કંપનીઓ મોટાપાયે ઈન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર હોવાના સંકેત અને દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા છતાં આર્થિક મોરચે દેશમાં ઉદ્યોગો અને કોર્પોરેટ ઈન્ડિયા ફરી બિઝનેસમાં વેગ પકડી રહ્યાના અહેવાલ અને મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસને  વેગ આપવા સતત ઉદારીકરણના પગલાં લેવામાં આવતાં રહેવાના સંકેત સાથે કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી આગામી દિવસોમાં વધુ સુધરવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા હાલ તુરત સ્ટીમ્યુલસ ટેપરિંગ નહીં કરવાના સ્પષ્ટ સંકેત આપવામાં આવતાં લિક્વિડિટી જળવાઈ  રહેવાના અંદાજોએ વૈશ્વિક જાયન્ટ ફંડોની ભારતમાં અબજો ડોલરનું રોકાણ કરવાની તૈયારીના નિવેદનની પોઝિટીવ અસર અને રાષ્ટ્રીય પોઝિટીવ પરિબળો પાછળ એશીયાના બજારો સાથે ભારતીય બજારો પર પોઝિટીવ અસર રહી હતી. જાહેર થયેલા સપ્ટેમ્બર ૨૦૨૧માં જીએસટીના આંકડા અને સુધરી રહેલા મેક્રો ઈકોનોમી આંકડાઓથી બજારને સમર્થન મળ્યું છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોની પ્રોત્સાહક રહ્યા બીજા ત્રિમાસિકમાં કંપનીઓના પરિણામો વધુ સારા નિવડવાની અપેક્ષાએ સ્થાનિક શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૧૬ અને વધનારની સંખ્યા ૨૩૩૩ રહી હતી, ૧૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૬૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, માંગની સ્થિતિ મજબૂત બનવા સાથે સપ્ટેમ્બર માસમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો થયો હતો. કોરોનાને લગતા અંકૂશો હળવા કરાતા ગયા મહિને માગમાં વધારો થયો છે. જોકે કાચા માલની અછત તથા ઈંધણના ઊંચી કિંમતથી કંપનીઓ પર ભાવનું દબાણ વધી રહ્યું છે. ઉત્પાદન ક્ષેત્રનો આઈએચએસ માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ\’ ઈન્ડેકસ જે ઓગસ્ટ માસમાં ૫૨.૩૦ હતો તે સપ્ટેમ્બર માસમાં વધી ૫૩.૭૦ રહ્યો હતો, જે વેપાર સ્થિતિમાં મજબૂત વિસ્તરણ થયાનું સૂચવે છે. માગમાં વધારો તથા સ્ટોકમાં ઘટાડાને ધ્યાનમાં રાખી ભારતના ઉત્પાદકોએ સપ્ટેમ્બરમાં ઉત્પાદનમાં વધારો કર્યો હતો. 

ઘરઆંગણે તથા નિકાસ ઓર્ડરમાં પણ વધારો થયો હતો, એમ આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. ઓર્ડરો મળવા લાગતા કંપનીઓ દ્વારા કાચા માલની પણ ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. ભારતીય માલસામાન માટે વિદેશી માંગ સપ્ટેમ્બર માસમાં મજબૂત જોવા મળી હતી. ઓગસ્ટની સરખામણીએ નવા ઓર્ડર ઝડપી ગતિએ વધ્યા છે. જુલાઈ-ઓગસ્ટમાં નરમ રહ્યા બાદ ખર્ચનું ફુગાવાજન્ય દબાણ સપ્ટેમ્બરમાં એકદમ વધી ગયું હતું. અછતવાળા માલસામાનની મજબૂત માગ અને ઈંધણના વધતા ભાવ તથા પરિવહન ખર્ચે  કાચા માલના ભાવમાં વધારો કરાવ્યો છે. કાચા માલનો ખર્ચ વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જો કે આની સામે ઉત્પાદનોની કિંમતમાં સાધારણ વધારો થયો છે.

તા.૦૫.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૪.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૭૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૭૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૭૪૭ પોઈન્ટ થી ૧૭૭૭૦ પોઈન્ટ ૧૭૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૪.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૭૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૮૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૬૭૬ પોઈન્ટ થી ૩૭૪૭૪ પોઈન્ટ, ૩૭૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૫૬૧ ) :- ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૫૨૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૫૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૭૭ થી રૂ.૨૫૮૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૮૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૯૩ થી રૂ.૧૯૦૯ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૬૪૬ ) :- રૂ.૧૬૨૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦૬ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૬૦ થી રૂ.૧૬૭૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૪૦૫ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૨૨ થી રૂ.૧૪૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૦૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૧૬ થી રૂ.૭૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૨૦૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૮૮ થી રૂ.૧૯૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
  • કોટક બેન્ક ( ૧૯૯૫ ) :- રૂ.૨૦૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૭૭ થી રૂ.૧૯૬૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૨૮૨ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૫૫ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૪૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૦૮ થી રૂ.૭૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૭૩૫ ) :- ૭૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૮૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!