જીવન જ્યોત સંસ્થાના સ્થાપક ગુજરાતી દાનવીર હરખચંદ સાવલા

◆ મુંબઈને ધબકતું રાખવામાં આપણાં ગુજરાતી દાનવીર મિત્રોનો અમૂલ્ય ફાળો છે… ઘણાં એવા દાનવીર મિત્રો છે… જેને કોઈ ઓળખતું નથી…
એવા એક સજ્જન એટલે આપણાં \’હરખચંદ સાવલા\’ પરેલની પ્રસિદ્ધ ટાટા કેંસર હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને એમના સ્વજનોની વ્યથા જોઈને એમણે પોતાની ધીકતી હોટલ ભાડે આપીને, ટાટા કેંસર હોસ્પિટલ સામે આવેલી કોંડાજી ચાલ પાસે \”જીવન જ્યોત\” નામની સંસ્થા સ્થાપી.
જ્યાં પેસેન્ટ સાથે આવનારા લોકોને મફતમાં જમવાની વ્યવસ્થા કરી… જે છેલા 27 વર્ષથી કાર્યરત છે…
◆ સંસ્થા સ્થાપનાની શરૂઆતમાં ઘણાં ઓછા લોકો એનો લાભ લેતા… આજે રોજના લગભગ સાતસો ઉપરાંત લોકો એનો લાભ લઇ રહ્યા છે…
જ્યારે તમે કોઈ સારા કામ કરો ત્યારે તમને મદદ કરનારા હાથ પણ પોતાની મેળે આગળ આવતા હોય છે…
હરખચંદ સાવલાને મદદ કરવા માટે અનેક લોકો અને સંસ્થાઓ ગુમનામ રહીને કામ કરે છે…
આ એક એવો યજ્ઞ છે.જેના દ્વારા તેઓ પુણ્યનું કામ કરી રહ્યા છે…
◆ અન્નદાન કરતા કરતા હવે તેઓએ ગરીબ દર્દીઓ માટે એક મેડિસિન બેન્કની શરૂવાત કરી જેના મારફત ગરીબ અને ગરજુ લોકોને મફત દવા આપવામાં આવે છે.
આ મેડિસિન બેન્ક માટે તેઓની સાથે ત્રણ ફાર્માસીસ્ટ અને ત્રણ ડોકટરોની ટીમ અને બીજા અસંખ્ય સોશિયલ વર્કરસ હંમેશા કેન્સર ગ્રસ્ત પેસેન્ટ ની સેવામાં હાજર હોય છે…
◆ કેન્સરના દર્દીઓ સાથે ઘણીવાર નાના બાળકો પણ આવતા હોય છે… એમની માટે ટોયબેંક (રમકડાં બેંક) પણ ચલાવી રહ્યા છે…
માત્ર 57 વર્ષીય હરખચંદ સાવલા \”જીવન જ્યોત\” સંસ્થા મારફતે 60થી વધુ ઉપક્રમો ચલાવી રહ્યા છે. એથી જ કદાચ આ સેવા યજ્ઞને કોઈ તડકો કે ઠંડી કે વરસાદ નડતા નથી…
◆ હરખચંદભાઈએ ક્યારેય પોતાના કામની અને નામની પ્રસિદ્ધિ માટે કોઈપણ માધ્યમની મદદ લીધી નથી…મીડિયાવાળા પણ એમના વિશે ઓછું જાણે છે…
ઘણીવાર હોસ્પિટલમાં એવા દાનવીર લોકો પણ આવતા હોય છે. જેઓ પેસેન્ટને એક કેળુ આપતી વખતે પણ સેલ્ફી લેવાનું ભૂલતા નથી…
પણ ગરીબોના આ મસીહાનો ગૂગલમાં પણ સર્ચ કરીને ફોટો પણ નથી મળતો…
◆ મંદિર મસ્જિદમાં ભગવાનને શોધનારા લોકોની આસપાસ કેટલાય \”હરખચંદ\” દેવદૂત બનીને ફરતા હોય છે… બસ આપણે એમને ઓળખતા નથી… છતાંપણ તેઓ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર હોય છે. આવા દેવદૂતને અંતઃકરણ પૂર્વક સેલ્યુટ…
બસ અનાયાસે કબીરનો દોહો યાદ આવી ગયો

मोको कहां ढूंढे रे बंदे, मैं तो तेरे पास में ।
ना तीरथ में ना मूरत में, ना एकांत निवास में ।
ना मंदिर में, ना मस्जिद में, ना काबे कैलाश में ।
◆ C.D. Solanki
◆ Mob. 8108641599