દહિસર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ એક શખ્સની ગૈરકાયદેશર બંદૂક સાથે ધરપકડ કરી

ભરત સતીકુંવર દ્વારા 
મુંબઈ : દહિસર પૂર્વમાં આવેલ બાભલી પાડા વિસ્તારમાં એક શખ્સ સ્થાનિક લોકોને હથિયાર બતાવી ધમકાવતો હતો જેને કારણે લોકોમાં ભયનો માહોલ હતો એવી માહિતી દહિસર ક્રાઇમ બ્રાન્ચ-૧૨ પો.ઉ.ની. હેમંત ગીતેને મળી હતી.જેના આધાર પર ન્યૂ લિંક રોડ ફ્લાયઓવર નીચે પૂર્વમાં આવેલ બાબલી પાડા વિસ્તારમાં જાળ બિછાવી એક શખ્સને દેશી બનાવટની બંદૂક અને એક જીવંત કારતુસ સાથે ઝડપી લીધો હતો. દહિસર પશ્ચિમમાં બાલકૃષ્ણ મ્હાત્રે ચાલ, માયકલ વાડી કાંદરપાડામાં રહેતા  (ઉં-૨૦) આરોપીની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે બંદૂક (તમંચો) તેની પાસેથી મળી આવ્યો તે પરવાનાં વિનાનો હતો  બોરીવલી પશ્ચિમમાં એમએચબી પોલીસ સ્ટેશનમાં તેના પર અનેક ગુન્હા દાખલ થયેલા છે. દહિસર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ક્ર. ૧૫૫/૨૦૨૧ કલમ ૩૨૫ ભારતીય હથિયાર કાયદો સહ ૩૭(૧)(એ)૧૩૫ મપોકા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.  આ કાર્યવાહી પોલીસ સહ.આયુક્ત (ગુન્હા ) મિલિન્દ ભારંબે, અ પોલીસ આયુક્ત (ગુન્હા) એસ.વિરેશ પ્રભુ, પો.ઉપ આયુક્ત દત્તા નલાવડે, સહાયક પો.આ.નીતિન અલકનુરેના માર્ગદર્શનમાં પ્ર પો.ની.મહેશ તાવડે, પો.ની.વિલાસ ભોંસલે,સચિન ગવસ, સપોની કાનવડે, રાસ્કર, આશિષ શેલકે,પોઉની હેમંત ગીતે વિલાસ ખાનવિલકર, સ.ફો મુરલીધર કારંડે,પો.હ.ભુસારા, તાવડે,ખાન.દિનેશ રાણે, લીમહન, સંતોષ બને, ખોત, પો.ના.રાજેશ સાવંત.અમોલ રાણે, બિચકર, પો.સી.જાધવે સફળતાપૂર્વક પાર પાડી હતી