યુ.કે. સહિત યુરોપના દેશોમાં વધતાં કોરોના સંક્રમણથી વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૭.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૫૩.૪૦ સામે ૫૨૪૩૨.૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૦૧૩.૫૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૧.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૪.૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૧૯૮.૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૫૨.૪૦ સામે ૧૫૭૧૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૫૮૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૬૩૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

યુ.કે. સહિત યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ ઝડપી ફેલાવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મોટી ચિંતાએ વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે સ્થાનિક સ્તરે અદાણી ગ્રૂપની ઘણી કંપનીઓ સેબી અને ડીઆરઆઈની તપાસ હેઠળ હોવાનું નાણા મંત્રાલયે સંસદમાં જાહેર કરતાં તેમજ કોરોનાની ત્રીજી ઘાતક લહેર અચૂક ભારતમાં ટૂંકાગાળામાં આવશે એવા અહેવાલ વચ્ચે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સતત નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

વૈશ્વિક મંદીના એંધાણની સાથે સાઉદી અરેબિયા અને ઓપેક દેશો વચ્ચે ઉત્પાદન કાપ મામલે સમજૂતી થઈ ગયાના અહેવાલ છતાં સપ્તાહના સતત બીજા દિવસે વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે ભારતીય શેરબજારમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, વિદેશી ફંડો ભારતમાંથી રોકાણ સતત પાછું ખેંચી રહ્યાના આવી રહેલા આંકડા સાથે સ્થાનિકમાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ શેરોમાં મોટાપાયે વેચવાલી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, પાવર, ટેલિકોમ અને યુટિલિટીઝ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૮ અને વધનારની સંખ્યા ૧૧૩૭ રહી હતી, ૧૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિકસિત દેશોની સેન્ટ્રલ બેંકો વ્યાપક સંપત્તિ ખરીદી સાથે દર ઘટાડીને શૂન્યની નજીક પહોંચી છે. ફેડરલ રિઝર્વે પણ ઝડપથી તેની બેલેન્સશીટ વિસ્તૃત કરી હતી અને તે હજી પણ દર મહિને ૧૨૦ અબજ ડોલરના બોન્ડસ ખરીદી રહી છે. મહામારી બાદ તેની બેલેન્સશીટનું કદ પણ લગભગ બમણું થઇને ૮ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. આરબીઆઈએ નીતિ દર ઘટાડયા અને સિસ્ટમમાં લિક્વિડિટી વધારી. આ ઉપરાંત લાંબા ગાળાના રેપો કામગીરીને લક્ષ્યાંક બનાવીને વિવિધ ક્ષેત્રમાં પ્રવાહિતા સફળ કરી તેમણે સરકારની ઉધાર યોજનાને સક્રિયપણે સમર્થન પણ આપ્યું હતું. વ્યાજ દરમાં વધારો નહીં કરીને પણ તેનો વિસ્તૃત વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આરબીઆઈએ તેના તાજેતરના માસિક બુલેટિનમાં કહ્યું હતું કે, આરબીઆઈ મોટાભાગે ખુલ્લા બજારમાંથી સરકારી બોન્ડની ખરીદીમાં સામેલ છે અને તેણે સરકાર દ્વારા સિક્યોરિટીઝ ઇશ્યૂ કરવાની જવાબદારી તેની બેલેન્સશીટમાં લીધી છે. પરંતુ તે જોવાનું બાકી છે ફુગાવાના દબાણને ધ્યાનમાં રાખીને આરબીઆઈ કેવા પગલા ભરે છે તેના પર નજર રહેશે.

તા.૨૨.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૦.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૬૩૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૫૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૫૫૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૬૭૬ પોઈન્ટ થી ૧૫૭૦૭ પોઈન્ટ ૧૫૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૦.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૪૮૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૬૦૬ પોઈન્ટ થી ૩૪૭૩૭ પોઈન્ટ, ૩૪૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૫૫૦ ) :- ટેક્નોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૯૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૫૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૦૫૯ ) :- રૂ.૧૦૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૦૨૭ ના બીજા સપોર્ટથી ટેક્નોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૯૬૨ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૩ થી રૂ.૯૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૬૭૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૬ થી રૂ.૬૯૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટીસીએસ લિ. ( ૩૨૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૨૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૧૮૮ થી રૂ.૩૧૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લાર્સન લિ. ( ૧૫૭૫ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • લુપિન લિ. ( ૧૧૬૨ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૪૭ થી રૂ.૭૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૬૬૮ ) :- ૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૫૦ થી રૂ.૬૩૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!