દેશની આર્થિક રાજધાની મુંબઈ-દહીસરમાં ૫૦ વર્ષથી વીજળી -પાણી થી વંચિત લોકોના ઘરમાં અંજવાળું થયું નગરસેવક જગદીશ ઓઝાના પ્રયત્નોથી

દહિસર પૂર્વમાં સદાનંદ કેની ચાલમાં છેલ્લા ૫૦ વરસથી વીજળી અને પાણી જેવી મૂળભૂત સમસ્યાથી વંચિત હતા
\"\"

ભરત સતીકુંવર
મહારાષ્ટ્ર :
મુંબઈના પ્રવેશદ્વાર કહેવામાં આવતા દહિસર પૂર્વમાં સદાનંદ કેની ચાલમાં છેલ્લા ૫૦ વરસથી વીજળી અને પાણી જેવી મૂળભૂત સમસ્યાથી વંચિત હતા જે ખરેખર આશ્ચર્યજનક ઓછું અને શરમજનક વધુ કહેવાય. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ પ્રકારની સમસ્યાનો છેલ્લા ૫૦ વરસથી સામનો કરી રહેલ રહેવાશીઓનો અવાજ કોઈપણ નેતાઓને સંભળાયો નહિ કે નહોતો સાંભળવો એ એક મોટો પ્રશ્ન છે.
ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં – ૨ ના નગરસેવક જગદીશ ઓઝા પાસે આ સમસ્યાના ઉકેલ માટે સદાનંદ કેની ચાલના રહેવાસીઓએ સંપર્ક કર્યો અને જગદીશ ઓઝાએ ત્વરિત આ વિષયમાં સાંસદ ગોપાલ શેટ્ટી અને ધારાસભ્ય મનીષા ચૌધરીના માર્ગદર્શન અને જરૂર પડે ત્યાં મદદ લઇને વીજ કંપની અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સતત પત્ર વ્યવહાર અને સંપર્કમાં રહી લગભગ સાડા ચાર વર્ષની મહેનત પછી સદાનંદ કેની ચાલના ઘરમાં પ્રકાશ ફેલાયો અને તેની ચમક રહેવાસીઓના ચહેરા પર દેખાય રહી હતી.
કેની ચાલના રહેવાશીઓને
તો જાણે ખરી દિવાળી હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું અને આ માટે તેઓએ નગરસેવક જગદીશ ઓઝાનો આભાર પ્રકટ કરતા પુષ્પગુછ અને શાલ સાથે સન્માન કર્યું હતું. આ સમયે વોર્ડ
નં – ૨ ના અધ્યક્ષ વિવેક નીચાની ઉપાધ્યક્ષ સંદીપ શંખે, સંજય શાહ સહીત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.