નારીઓને વિલાસનું સાધન સમજવામાં આવે તે દેશ વિકાસ નહિ પરંતુ વિનાશના પંથે જાય છે

આપણા દેશમાં નારી સન્માનની અનેક ગાથાઓ અને પ્રસંગો જોવા અને સાંભળવા મળે છે. કોર્ટના જજથી લઈને રાજા-મહારાજા નારીના સન્માન માટે ખુબજ પ્રખ્યાત થયા છે. સમગ્ર વિશ્વમાં નારીના સન્માન સર સેનાપતિ તરીકે નેપોલિયન બોનાપાર્ટનું નામ સુંદર અક્ષરોએ શા માટે અંકિત થવું જોઈએ એનું એક જવલંત ઉદાહરણ જોવા મળ્યું.
એક વિક્રમી અને સાહસિક કહી શકાય એવા નીડર એવા નેપોલિયન બોનાપાર્ટના જીવનનો આ સુંદર કિસ્સો આજના સમયમાં નારી સન્માનનો ઉત્તમ સંદેશ આપી જાય છે. ફ્રાન્સના આ સમ્રાટને પોતાના જ રાજમહેલમાં એક સ્નાનાગાર (સ્વિમિંગ પુલ) બનાવવાની ઈચ્છા થઈ તેમણે તમામ રાજસેવકોને આદેશ કર્યો કે સૌથી શ્રેષ્ઠ સ્નાનગૃહ બનાવી શકે તેવા લોકોનો સંપર્ક કરી કામ જલ્દીથી શરુ કરાવો. તુરંત આદેશનો અમલ થયો કામ શરુ પણ થઇ ગયું. આર્કિટેકે સ્નાનાગારની અતિ સુંદર બનાવવા દીવાલો પર સુંદર રમણીઓની વિલાસ અને શૃંગારના ચિત્રો બનાવ્યા એ એટલા બેનમૂન હતા કે જાણે એ હમણાં નીચે સ્નાનાગારમાં સ્નાન કરવા લાગશે. શૃંગારરસ અને રમણીઓની વિવિધ અદાઓથી સ્નાનાગાર અદ્ભૂત લાગતો હતો.
ઉદ્ધઘાટનના દિવસે નેપોલિયન બોનાપાર્ટને સર્વ પ્રથમ સ્નાન કરી શરૂઆત કરવાનું કહેવામાં આવ્યું. નેપોલિયન ત્યાં આવ્યાં જોઈને ખુબજ ખુશ થયા પરંતુ એમનું ધ્યાન જયારે દીવાલો પર પડતા તેમના પગ થંભી ગયા અને તમામ આર્કિટેક્ અને ચિત્રકારોને બોલાવ્યા અને કહ્યું કે સ્નાનગૃહની દીવાલો પર સુંદર રમણીઓના ચિત્ર દોરવાનું કોણે કહ્યં.? નારીઓની વિવિધ અદાઓ,એમની લજજા, એમની પોતાની છે. આ તમે દીવાલો પર ચીતરીને નારીજાતીનું અપમાન કર્યું છે. આ તમામ ચિત્રોને હમણાંજ દૂર કરો અને તેની જગ્યાએ કુદરતી દ્રશ્યો જેવા કે સૂર્યોદય – બાગ બગીચાના, ન્યાય માટેના દરબારનું જેવા ચિત્રો અંકિત કરો. આમ કહી તેઓ સ્નાન કાર્ય વગર મહેલમાં જતા રહ્યા ( જે દેશમાં નારીઓને વિલાસનું સાધન સમજવામાં આવે તે દેશ વિકાસ નહિ પરંતુ વિનાશના પંથે જઈ રહ્યો છે
સંકલન : અજિત શાહ