નિફ્ટી ફયુચર ૧૭૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૯૧૦.૭૫ સામે ૫૯૯૯૧.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૫૭૯.૩૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૪.૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૩.૭૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૭૨૭.૦૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૬૦.૧૦ સામે ૧૭૭૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૫૨.૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૭.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૭.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૧૨.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં શરુઆતી તબક્કામાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો, જો કે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર સતત બીજા સેશનમાં રેડ ઝોનમાં આવીને બંધ રહ્યું હતું. અમેરિકામાં યૂએસ ફેડ દ્વારા વ્યાજદર વધારાની શક્યતાને કારણે સ્થાનીક શેરબજારમાં સાવચેતીનો માહોલ યથાવત જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારો પરથી સંકેત સાથે આજે પાવર, ટેલીકોમ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્શિયલ અને બેન્ક શેરોમાં વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ ૧૮૩ પોઈન્ટ અને નિફટી ફ્યુચરમાં ૪૭ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.

આજે ટાટા કેમિકલના શેરોમાં ૬% નો ઘટાડો જોવાયો હતો. જયારે સૌથી વધુ એચસીએલ ટેકનોના શેરોમાં સૌથી વધુ ૨.૧૭% ઉછાળો જોવા મળ્યો હતો. પાવરગ્રીડના શેરોમાં ૨.૬૨% નો ઘટાડો નોંધાયો હતો. NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ડીવીસ લેબના શેરોમાં સૌથી વધુ ૩.૦૮% નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અલ્ટ્રાકેમ્કો, અદાણી એન્ટરપ્રાઝિસ અપોલો હોસ્પિટલ અને ટાઈટનનો સમાવેશ થાય છે. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૦૫ લાખ કરોડ વધીને રૂ.૨૬૫.૯૬ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, રિયલ્ટી, મેટલ, આઈટી, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેક અને સર્વિસિસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૧ અને વધનારની સંખ્યા ૧૯૦૪ રહી હતી, ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ફરી ભારતીય શેરબજારમાં આકર્ષક વેલ્યુએશને શેરોમાં સતત ખરીદદાર બની રહ્યા છે. જે પોઝિટીવ સંકેત છે. અમેરિકા, યુરોપની બેંકિંગ કટોકટી નહીં વકરવાના સંજોગોમાં ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ એશીયાના બજારોમાં વધવાની અપેક્ષાએ સારા ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં આકર્ષણ વધવાની અપેક્ષા છે. ચોમાસું ચાલુ વર્ષે સફળ સારૂ રહેવાના બતાવાયેલા અંદાજોએ બજારને ટેકો મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતાની પરિસ્થિતિ અને બેંકિંગ ક્ષેત્રે અસ્થિરતાને લઈ અપેક્ષાથી નબળા પરિણામ રજૂ કર્યા છે. પરંતું ચાલુ સંપૂર્ણ નાણા વર્ષ માટે આવક વૃદ્વિના અંદાજો જાળવીને મજબૂત ઓર્ડર બુક થકી આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરવા વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

બેંકિંગ ક્ષેત્રે રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારાને બ્રેક લગાવતાં ફુગાવાની સ્થિતિ વધુ હળવી થવાના સંજોગોમાં આગામી દિવસોમાં આર્થિક રિકવરી વેગ પકડવાની શકયતા છે. બેંકોના પરિણામો પાછલા વર્ષ દરમિયાન ઊંચા વ્યાજ દરોને લઈ સારા આવવાના અંદાજો મૂકાઈ રહ્યા છે. જેથી કોર્પોરેટ પરિણામોના દોરમાં આગામી દિવસોમાં વધુ કંપનીઓના પરિણામો જાહેર થવાની સાથે સાથે અન્ય કોઈ નેગેટીવ પરિબળોની ગેરહાજરીમાં બજારનું સેન્ટીમેન્ટ સુધારાનું જળવાઈ રહેવાની અપેક્ષા છે.