ફેબ્રુઆરી વલણના અંતે શેરબજારની રેન્જ બાઉન્ડ મુવમેન્ટ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૭૮૧.૬૯ સામે ૫૧૨૦૭.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૯૯૧.૭૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૪.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૭.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૦૩૯.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૯૩.૭૫ સામે ૧૫૦૭૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૦૫૦.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૦૯૯.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. કોરોનાના વધતા કેસોમાં સામાન્ય ઘટાડો થતાં ભારતીય શેરબજારમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં ફેબ્રુઆરી વલણના અંત પૂર્વે સપ્તાહની શરૂઆતમાં તેજીનો વેપાર હળવો સાથે નોંધપાત્ર ઘટાડા બાદ નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈની નજીક જોવા મળ્યું હતું. શેરબજારના ઈતિહાસમાં અને ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમની રીતે વિશ્વના સૌથી મોટા એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ગઇકાલે ટેકનીકલ ખામીના કારણે સૌથી લાંબો સમય એટલે કે ચાર કલાક જેટલો સમય ટ્રેડીંગ બંધ રાખવાની ફરજ પડી હતી. આ ટ્રેડીંગ દિવસમાં ઐતિહાસિક અફડા તફડી જોવા મળી હતી. છેલ્લા દોઢ કલાકના લંબાવાયેલા સમયમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આક્રમક ખરીદીના પગલે તોફાની તેજી જોવા મળી હતી.

અર્થતંત્રની દિશા હજુ પણ કોરાના વાયરસની સ્થિતિ પર જ આધાર રાખી રહી છે. ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે, પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૭૧ અને વધનારની સંખ્યા ૧૭૮૨ રહી હતી, ૧૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક સ્તરે નવા કોરોના વાઇરસને કારણે લોકડાઉન વધી રહ્યા છે જે હવે સ્થાનિક સ્તરે પહોંચ્યું છે. ભારતમાં ફરી કોરોનાના નવા સ્વરૂપના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ચિંતા વધારી છે તો ફરી ઘણા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી લોકડાઉનની ભીતિ ઊભી થતાં અને આગામી દિવસોમાં મહારાષ્ટ્ર જેવા ઓધૌગિક રાજ્યમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ નિર્માણ થશે તો આર્થિક ગ્રોથને અસર થઈ શકે છે અને વધુ રાહતના પગલાં લેવા માટે સરકાર પર નવો બોજો વધારી શકે છે અને આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ જોવાશે. ભારતીય શેરબજાર હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. વિશ્વ સહિત ભારતમાં કોરોનાના કેસમાં વધારો અને ફરી લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા જોવાઈ રહી છે.

તા.૨૬.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                

તા.૨૫.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૧૭૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૦૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૨૦૨ પોઈન્ટ થી ૧૫૨૩૨ પોઈન્ટ ૧૫૨૭૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૨૩૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૭૧૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૫૭૫ પોઈન્ટના પ્રથમ અને ૩૬૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૦૦૭ પોઈન્ટ થી ૩૭૧૦૭ પોઈન્ટ, ૩૭૨૦૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૪૫૫ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૭૩ થી રૂ.૧૪૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઈઝીસ ( ૮૫૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૨૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૮૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૬૮ થી રૂ.૮૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૨૬ ) :- રૂ.૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૬૮૬ ના બીજા સપોર્ટથી ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૩૭ થી રૂ.૭૪૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારત ફોર્જ ( ૬૨૬ ) :- ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૮૧ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૩ થી રૂ.૬૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઈન્ડીગો ( ૧૬૬૨ ) :- રૂ.૧૬૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૪૦ થી રૂ.૧૬૨૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૮૦ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૬૬ થી રૂ.૧૨૫૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૧૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇલેક્ટ્રોનિક્સ એક્વિપમેન્ટ પ્રોડકટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૬૬ થી રૂ.૧૧૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૧૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૫૬ ) :- ૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!