નિફ્ટી ફયુચર ૧૭૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૩૯૨.૭૭ સામે ૬૦૩૬૪.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૦૮૧.૪૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૫.૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮.૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૪૩૧.૦૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૫૮.૨૫ સામે ૧૭૮૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૭૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫૧.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૭૯.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ૧૪, એપ્રિલ શુક્રવારના રોજ ડો.આંબેડકર જયંતી નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર હતું. કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝનમાં આઈટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના અપેક્ષાથી સાધારણ નબળા પરિણામે શરૂ થતાં અને ઈન્ફોસીસના સાધારણ પરિણામ જાહેર થતાં પૂર્વે ગઈકાલે એટલે કે ગુરુવારે આઈટી શેરોમાં ફંડોના ઓફલોડિંગે ઈન્ડેક્સ બેઝડ ધોવાણ થયા બાદ ફંડોએ બેંકિંગ, ફાઈનાન્શિયલ શેરોમાં તેજી કરતાં ઘટાડો પચાવી બજાર પોઝિટીવ ઝોનમાં આવ્યું હતું.

સપ્તાહમાં ટ્રેડીંગના અંતિમ દિવસ સાથે ડેરિવેટીવ્ઝમાં વિક્લી સેટલમેન્ટને લઈ બજાર બે -તરફી અફડા તફડી બતાવી હતી. માર્ચ ૨૦૨૩ના પૂરા થયેલા ત્રિમાસિકમાં વ્યાજ દરો ઊંચા રહેતાં બેંકો અને ફાઈનાન્શિયલ કંપનીઓને ધિરાણ પર ઊંચી આવક થવાના અને નફાકારકતા વધવાના અંદાજોએ ફંડોએ બેંકિંગ શેરોમાં મોટી તેજી કરી હતી. જ્યારે ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સિલેક્ટિવ ખરીદી જાળવી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૨૮ લાખ કરોડ વધીને રૂ.૨૬૫.૯૩ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ટેક, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એનર્જી, ટેલિકોમ્યુનિકેશન, ઈન્ડસ્ટ્રિયલ્સ, પાવર અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૩ અને વધનારની સંખ્યા ૧૮૪૯ રહી હતી, ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં મ્યુચ્યુઅલ ફંડોએ સ્થાનિક શેરોમાં રૂ.૧.૮૨ લાખ કરોડનું રોકાણ કર્યું હતું. આમાં રિટેલ રોકાણકારોની મજબૂત ભાગીદારીનો મોટો ફાળો હતો. આ સિવાય બજારમાં કરેક્શનને કારણે આકર્ષક વેલ્યુએશનને કારણે મ્યુચ્યુઅલ ફંડ મેનેજરોએ તેમનું રોકાણ વધાર્યું હતું. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ્સે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ઈક્વિટીમાં રૂ.૧.૮૨ લાખ કરોડનું રોકાણ કર્યું હતું. અગાઉ ૨૦૨૦-૨૧માં આ આંકડો રૂ.૧.૨ લાખ કરોડ હતો.

ચાલુ નાણાકીય વર્ષ માટે ઇક્વિટી રોકાણ આગામી બે ક્વાર્ટરમાં રિકવર થવાનું શરૂ કરશે. યુએસમાં નીચી ફુગાવા અને યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી વલણમાં નરમાઈને કારણે આવું થશે. અદ્યતન અર્થતંત્રોમાં લાંબા ગાળે ધીમી વૃદ્ધિની અપેક્ષા છે, જ્યારે ભારતની વૃદ્ધિની સંભાવનાઓ પ્રમાણમાં સારી છે. સરકારની સાનુકૂળ નીતિઓ સાથે, રોકાણ આધારિત વૃદ્ધિ અને બેન્કોના સારા પરિણામો નજીકના ભવિષ્યમાં કમાણીમાં વૃદ્ધિ તરફ દોરી જશે. આ સિવાય પીએલઆઈ પોલિસી અને વન મોર ધેન ચાઈના અભિયાનમાં મદદ મળવાની અપેક્ષા છે.