પાકિસ્તાનને પાઠ ભણાવનાર ભારતના ગૌરવ રણછોડદાસ પગીના ઇતિહાસને પાઠ્યક્રમમાં સ્થાન "વિલંબ છતાં યોગ્ય નિર્ણય"

તા.૨/૦૫/૨૦૨૩ : ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ એવા બનાસકાંઠાના રણછોડદાસ રબારી (પગી)ના ઇતિહાસને નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ સાતમાં પાઠ રૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. બહુ મોડો પણ યોગ્ય નિર્ણય છે.
રણછોડદાસ રબારી જેમને પગી તરીકે જ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ગુજરાતના નાનકડા ગામમાં થયો હતો. પરંપરાગત વ્યવસાય કરતા તે સમયે તેમનામાં પગલાં પારખવાની કળા વિકસી જાણે ઇશ્વરનું વરદાન.
યુદ્ધ સમયે ભારતીય સૈન્યને બહુ મદદ પહોંચાડી હતી. ઈસ. 1965માં પાકિસ્તાને કચ્છના અમુક વિસ્તાર પર કબજો કર્યો હતો ત્યારે પ્રતિકાર કરવા પહોંચેલા ભારતીય સૈન્યને દિશા મળતી ન હતી. એ વખતે રણછોડ પગીએ રણના ટૂંકા છતાં સલામત રસ્તે ભારતીય સૈન્યને સરહદ સુધી પહોંચાડ્યું હતું. અને પગેરાંઓ પારખીને દુર્ગમ વિસ્તારોમાં છૂપાયેલા 1200 જેટલાં પાકિસ્તાની સૈનિકોને પકડાવી દીધા હતા. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશા રણછોડદાસ પગીમાં રહેલી પગલાં પારખવાની અદભુત શક્તિ અને તેના ઉપયોગથી ભારતીય સેનાને રણ વિસ્તારમાં સંકટ સમયે વહારે આવ્યાની કામગીરીથી એટલા પ્રભાવિત થયા કે તેમને રણછોડદાસ પગીને \”રણનું એક માણસનું સૈન્ય\” કહ્યા હતા.
રણછોડદાસ પગીએ લગભગ ૧૧૨ વર્ષનુ તંદુરસ્ત આયુષ્ય ભોગવી ૨૦૧૩મા વિદાય લીધી. આજે તેમના પરિવારના અનેક લોકો પોલીસ અને ભારતીય સેનામા સેવા આપી રહ્યા છે.
રણછોડદાસ પગી જેવા અનેક વીર છે જેમણે દેશસેવા કરી છે પરંતુ આજની પેઢી તેમનાથી અજાણ છે સરકારે મોગલોમાંથી બહાર આવી આ વ્યક્તિઓ વિશેની અમૂલ્ય માહિતી આજની પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે.