ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરલોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮ કિ.રૂ.૭૨૦૦/- તથા બીયર ટીન નંગ-૫૨૮ કિ.રૂ ૫૨,૮૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૦,૦૦૦/- નાં મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

અનિલ ગોહિલ દ્વારા
ગુજરાત : રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને શહેર/ગ્રામ્ય વિસ્તારો માં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા વિગેરે સુચનાઓ આપેલ હતી.
આજ રોજ ભાવનગર એલ.સી. બી. સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ઉપરોકત સુચના અન્વયે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ. સંજય ચુડાસમાને બાતમીરાહે હકિકત મળેલ કે,વિજયસિંહ મહિપતસિંહ રાઠોડ તથા યુવરાજસિંહ મહિપતસિંહ રાઠોડ રહે.બંન્ને ખંઢેરા ગામ તા. તળાજા જી.ભાવનગર વાળા તેનાં કબ્જા ભોગવટા ના રહેણાંક મકાને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તથા બીયરના ટીન રાખી વેચાણ કરે છે. આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં બાતમીવાળી જગ્યાએથી યુવરાજસિંહ મહિપતસિંહ રાઠોડ હાજર મળી આવેલ. તેને સાથે રાખી મકાને જડતી તપાસ દરમ્યાન ભારતીય બનાવટનાં ઇંગ્લીશ રોમાનોવ વોડકા દારૂની બોટલ ૩૭૫ એમ.એલ.ની નંગ-૪૮ કિ.રૂ.૭૨૦૦/- તથા બડવાઇઝર બીયર ટીન નંગ-૫૨૮ કિ.રૂ. ૫૨,૮૦૦/- ગણી કુલ કિ.રૂ.૬૦,૦૦૦/-નો મુદા માલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.હાલ કોરોના મહામારીને ધ્યાને લઇ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી હોય.જેથી તેને હસ્તગત કરી તેનાં વિરૂધ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી. ઓડેદરા તથા એન.જી. જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર ASI પ્રદિપસિંહ સરવૈયા, જીવણભાઇ આહિર H.C. ઘનશ્યામ ગોહિલ,મહેન્દ્ર ચૈાહાણ પો.કોન્સ.અરવિંદ બારૈયા, સંજય ચુડાસમા,નરેશ બારૈયા સહીત સ્ટાફે સફળતાપૂર્વક પાર પડી હતી માણસો જોડાયા હતાં.