માર્ચ અંતે ભારતીય શેરબજાર માં અભૂતપૂર્વ તેજી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૩.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૦૦૮.૫૦ સામે ૪૯૩૩૧.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૩૩૧.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૩૬.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૨૮.૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૧૩૬.૫૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૦૮.૫૦ સામે ૧૪૭૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૮૭.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૮.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૧૭.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના સંક્રમણના નવા વેવમાં ફરી કેસો ઝડપી વધી રહ્યા સામે કોરાના વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ કોરોનાને અંકુશમાં લેવામાં આગામી દિવસોમાં સફળતાં મળવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો નોંધાયો હતો અને બીએસઇ સેન્સેકસે ૫૧૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી. કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક ઝડપે દેશભરમાં ફેલાઈ રહી હોઈ મહારાષ્ટ્રમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ ફરી રાજયવ્યાપી સંપૂર્ણ લોકડાઉન લાગુ થવાના સંકેત અને ગુજરાત, પંજાબ, કેરળ, મધ્ય પ્રદેશ સહિતના રાજયોમાં વણસતી જતી પરિસ્થિતિએ દેશનું અર્થતંત્ર ડામાડોળ થવાના અંદાજો વચ્ચે ફંડોએ ગત સપ્તાહે શેરોમાં ભારે અફડા તફડી નોંધવ્યા બાદ આજે વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે આઇટી – ટેક શેરોની ત્રિમાસિક ગાળાની કામગીરી અંદાજ કરતાં સારી રહેવાનીની અપેક્ષાએ શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી.

દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ સરળતાથી આગળ વધતા છેલ્લા કેટલાક દિવસથી શાંત રહેલા ફાર્મા શેરોમાં ફરી નવી ખરીદીની સેન્ટીમેન્ટ પર સાકારાત્મક અસર સાથે અર્થતંત્ર કોવિડની મહામારી પહેલા ધીમુ પડી ગયું હતું તેમા ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે. ભારતની જીડીપી જુલાઈ – સપ્ટેમ્બરના ત્રીમાસીક ગાળા દરમિયાન તે ૭.૫% ઘટી હતી જે ઓક્ટોબર – ડિસેમ્બર ૨૦૨૦ના ત્રીમાસીક ગાળા દરમિયાન ૦.૪%નો ઉછાળો જોવા મળ્યો છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૦-૨૦૨૧ના સમસ્ત ફાયનાન્સીયલ વર્ષ દરમિયાન જીડીપી નવથી દસ ટકાની વચ્ચે ઘટી શકે છે. પરંતુ તે પછી સ્થિતિ સુધરશે. મારા અંગત મત મુજબ સમગ્ર વિશ્વના દેશો કોરોના વેક્સિન પ્રોગ્રામમાં આગળ વધી રહ્યા છે. સંક્રમણના નવા તબક્કામાં રસી કારગત નીવડશે કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન છે. આમ, રસીના મુદ્દે આગામી સમયમાં થનાર ગતિવિધીની પણ ઇક્વિટી બજાર પર અસર જોવા મળશે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઇટી, ટેક અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૦૨ અને વધનારની સંખ્યા ૧૫૫૨ રહી હતી, ૨૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૩૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ડેરિવેટીવ્ઝમાં ગત સપ્તાહમાં માર્ચ વલણના અંતના સતત બીજા અઠવાડિયામાં ફંડો, મોટા ખેલાડીઓએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરવા સાથે કોરોના સંક્રમણની બીજી લહેરને લઈ દેશમાં ફરી વ્યાપક લોકડાઉનની પરિસ્થિતિ સર્જાતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. લાંબા સમયથી તેજીનો અતિરેક બતાવીને શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીની અવિરત દોટમાં કોરોનાના ફરી વધતાં ઉપદ્રવ અને પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ સહિતના રાજયોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીઓની સાથે આગામી દિવસોમાં કોવિડ-૧૯ ના વધતા જતા કેસો સામે આગામી માર્ચ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં બજારની ભાવિ ચાલ માટે કોર્પોરેટ પરિણામો મહત્વા પુરવાર થશે.

તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                                 

તા.૩૦.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૭૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૯૮૮ પોઈન્ટ થી ૧૫૦૦૮ પોઈન્ટ ૧૫૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૩૦.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૦૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૩૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૧૭૪ પોઈન્ટ થી ૩૪૩૪૦ પોઈન્ટ, ૩૪૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિરામલ એન્ટરપ્રાઈઝ ( ૧૭૮૪ ) :- ફાઈનાન્સિયલ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૧૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૦૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા સ્ટીલ ( ૮૦૩ ) :- રૂ.૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૭૭૭ ના બીજા સપોર્ટથી આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૧૮ થી રૂ.૮૨૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૭૫૬ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૩ થી ૭૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૪૧૨ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયો ટેકનોલોજી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૩ થી રૂ.૪૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૫૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૩૦ થી રૂ.૧૫૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અમર રાજા બેટરી ( ૮૬૦ ) :- રૂ.૮૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૯૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૮૪૮ થી રૂ.૮૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૦૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અદાણી પોર્ટ ( ૭૧૬ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૯૬ થી રૂ.૬૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૫૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૧૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૮૦ થી રૂ.૫૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૪૬૭ ) :- ૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૫૫ થી રૂ.૪૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!