ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ બાદ નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૮૪૬.૫૧ સામે ૬૦૦૨૮.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૯૧૯.૮૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૭.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૧.૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૧૫૭.૭૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૮૧.૫૦ સામે ૧૭૭૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૧૫.૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૩.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૬.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૭૮૮.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝન ચાલુ સપ્તાહમાં આઈટી કંપનીઓથી શરૂ થતાં પૂર્વે ફંડો, ખેલંદાઓ આજે બજારમાં પસંદગીની તેજી કરી હતી. અમેરિકા અને યુરોપની બેંકિંગ કટોકટી હજુ પૂરી થઈ નહીં હોવાના અહેવાલો છતાં વૈશ્વિક બજારો આરંભિક સાવચેતી બાદ મજબૂતીએ ફંડોએ મેટલ, યુટિલિટીઝ, બેન્કેક્સ, બેન્કેક્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને કમોડિટીઝ શેરોમાં ખરીદી કરતાં બજારમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળો આવ્યો હતો. જોકે આઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું.

ભારતીય શેરબજાર સતત સાતમાં સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. ચોથા ક્વાર્ટરના પરિણામ અગાઉ બેન્કોના મજબૂત ક્વાર્ટરલી અપડેટને પગલે બેન્ક અને ફાઈનાન્શિયલ શેરોમાં ભારે લેવાલીથી બીએસઈ સેન્સેક્સ ૩૧૧.૨૧ પોઈન્ટ નિફ્ટી ફ્યુચર પણ ૧૦૬ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૫ લાખ કરોડ વધીને રૂ.૨૬૪.૫૩ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર જ્યારે આઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૧ અને વધનારની સંખ્યા ૨૧૮૬ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં પણ તેજી જોવા મળી શકે છે. આગામી દિવસોમાં TCS, ઇન્ફોસિસ અને HDFC બેન્ક સહિત ઘણી કંપનીઓના ચોથા ત્રિમાસિકના પરિણામો આવવાના છે, જેના પર બજારની નજર રહેશે. ચાર ટ્રેડિંગ સેશનના આ સપ્તાહમાં, ગ્લોબલ ટ્રેન્ડ્સ ઉપરાંત, ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP), ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ફુગાવાના ડેટા અને માસિક ઓટો વેચાણ ડેટા પણ બજારની ચાલ નક્કી કરશે. ફેબ્રુઆરી માસનો IIP ડેટા ૧૨ એપ્રિલે જાહેર કરવામાં આવશે.

ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન જાન્યુઆરી ૨૦૨૩માં વાર્ષિક ધોરણે ૫.૨% વધવાની તૈયારીમાં છે, જે ડિસેમ્બર ૨૦૨૨માં ૪.૩% હતું. માર્ચ ૨૦૨૩ માટે CPI ફુગાવાના આંકડા પણ ૧૨ એપ્રિલે જ જાહેર કરવામાં આવશે. CPI અગાઉના મહિનામાં જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં ૦.૧૭% વધ્યો હતો. આ ઉપરાંત વિદેશી ભંડોળનો પ્રવાહ, રૂપિયાની મૂવમેન્ટ અને ક્રૂડ ઓઈલના ભાવનું પર્ફોર્મન્સ પણ બજારનો ટોન સેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.