મંગળવાર તા 18/07/2023 રોજ અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે… એ નિમિત્તે આપસૌ મિત્રોને શુભેચ્છાઓ

પુરુષોત્તમ માસ
◆ મંગળવાર તા 18/07/2023 રોજ અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે… એ નિમિત્તે આપસૌ મિત્રોને શુભેચ્છાઓ…
*19 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બન્યો છે. જેમાં બે મહિના શ્રાવણ અને પાંચ મહિનાનો ચાતુર્માસ હશે.
મિત્રો દર ત્રણ વર્ષે અધિકમાસ ન આવે તો આપણાં તહેવારો- ઉત્સવો- વ્રતપર્વ દર વર્ષે ૧૧ દિવસ પાછળ ખસતાં જાય…
એવું ન થાય માટે આપણાં ઋષિમુનિઓ અધિકમાસની ગોઠવણ કરી.
*જેથી કરીને આપણાં તહેવારો યોગ્ય તિથીમાં ઉજવાય…
◆ આપણાં ઋષિમુનિઓ એમના સમયના મહાન ખગોળશાત્રી પણ હતા… *તેઓની વિશિષ્ટ સમજ અને સૂક્ષ્મ ગણતરીનુ ઉત્તમ ઉદાહરણ… એટલે આપણી \”કાળગણના !!
*ખગોળીય ગણતરી મુજબ વર્ષના ૧૨ ચાંદ્રમાસ, સૂર્ય ચંદ્રની ગતિ અને સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
*ઉત્તર ભારતમાં વદ એકમથી સુદ પૂનમ સુધી ચાંદ્રમાસ ગણાય છે.
*જ્યારે ગુજરાત- મહારાષ્ટ્ર અને દક્ષિણના અમુક પ્રાંતમાં સુદ એકમથી અમાસ સુધી ચાંદ્રમાસ ગણાય છે…
◆ ઉત્તરભરતમાં અત્યારે અધિક શ્રાવણ માસ છે. જયારે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણના અમુક રાજ્યોમાં 18/07/2023 અધિક શ્રાવણ માસ પ્રારંભ થશે…
*સામાન્ય રીતે એક ચંદ્રમાસની લંબાઇ ૨૯.૫ દિવસ જેટલી હોય છે. આવા ૧૨ ચાંદ્રમાસનું એક ચંદ્રવર્ષ બને છે, જે લગભગ ૩૫૪ દિવસ થાય છે.
*સૂક્ષ્મ ગણત્રી કરીયે તો ચંદ્રવર્ષની લંબાઇ ૩૫૪ દિવસ-૦૮ કલાક- ૪૮ મિનિટ- ૩૪ સેકન્ડ જેટલી હોય… જ્યારે સૂર્યની ફરતે પૃથ્વીના ભ્રમણને ૩૬૫ દિવસ- ૦૬ કલાક-૦૯ મિનિટ-૦૯ સેકન્ડ થાય છે.
*સૂક્ષ્મ ગણિતથી તફાવત જોઇએ તો સૌરવર્ષ કરતાં ચાંદ્રવર્ષ ૧૦ દિવસ-૨૧ કલાક- ૨૦ મિનિટ- ૩૫ સેકન્ડ જેટલું નાનું છે.
◆ સૌરવર્ષ કરતાં ચંદ્રવર્ષ આશરે ૧૧ દિવસ નાનું છે. આ તફાવત એક વર્ષને અંતે ૧૧ દિવસ જેટલો, બે વર્ષને અંતે ૨૨ દિવસ જેટલો અને ત્રણ વર્ષને અંતે ૩૩ દિવસ જેટલો થઇ જાય છે.
*જો આ તફાવતને અવગણવામાં આવે તો આપણા તહેવારો- ઉત્સવો- વ્રતપર્વ દર વર્ષે ૧૧ દિવસ પાછળ ખસતાં જાય…
◆ અમારા ઋષિમુનિઓ ખગોળને કેટલું ઝીણવટ પૂર્વક સમજતા હશે એનું સુંદર ઉદાહરણ એટલે \”અધિકમાસ\” જયારે કોઈ કોમ્પ્યુટર ન હતા એવા સમયમાં આવી સૂક્ષ્મ માહિતી રાખવી એજ એમની શ્રેષ્ઠતા કહેવાય…*
*અધિક માસને ધર્મશાસ્ત્રમાં ‘પાવન પુરુષોત્તમ માસ’ કહે છે. તેને ‘મળ માસ’ પણ કહેવામાં આવે છે. તેમાં લગ્ન, જનોઇ, વાસ્તુ કે અન્ય માંગલિક પ્રસંગોનાં મુહૂર્તો હોતાં નથી…
◆ અંગ્રેજી કેલેન્ડર વર્ષ પણ સૌર વર્ષ કરતાં લગભગ ૬ કલાક નાનું છે. આ ૬ કલાકનો તફાવત ચોથા વર્ષે ૨૪ કલાક (૧ દિવસ) નો થતો હોવાથી દર ચોથા વર્ષે લીપ વર્ષ ૩૬૬ દિવસનું ગણીને ફેબ્રુઆરી માસના ૨૮ ને બદલે ૨૯ દિવસ લેવાય છે.
◆ સામાન્ય ગણિત મુજબ જો બે સૂર્યોદય વચ્ચે તિથિ સમાપ્ત ન થતી હોય ત્યારે વૃદ્ધિ તિથિ ગણાય છે. એ જ રીતે બે અમાસ વચ્ચે સૂર્યસંક્રાંતિ આવે નહીં ત્યારે તે ચાંદ્રમાસને અધિક માસ ગણવામાં આવે છે.*
*અધિક માસ હંમેશાં ચૈત્રથી આસો માસ દરમિયાન જ આવી શકે છે.*
◆ સાધારણ રીતે કારતકથી ફાગણ વચ્ચે અધિક માસ આવતો નથી. છતાંપણ અપવાદ રૂપે અધિક ફાગણ આવી શકે, પરંતુ કારતક, માગશર, પોષ અને મહા મહિનામાં અધિક માસ આવતા નથી. જેથી કરીને અંતરિક્ષ વિજ્ઞાનમાં વૈદિક ગણિતને મહત્વ આપવામાં આવે છે. જે દર્શાવે છે કે અમારૂ વૈદિક શાસ્ત્ર કેટલું મહાન છે.
◆ શાસ્ત્રો પ્રમાણે અધિક માસ દરમિયાન જ્ઞાન – સત્કર્મો- ભક્તિ – ઉપવાસ તથા સદવાંચનનો વિશેષ મહિમા છે…
◆ C. D. Solanki
◆ રવિવાર તા. 16/07/2023.
◆ Mob. 8108641599