મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી કૃપાશંકર સિંહ દ્વારા પરિશ્રમ મિલાન સમારોહ

મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી કૃપાશંકર સિંહ દ્વારા પરિશ્રમ મિલાન સમારોહ અંતર્ગત પંચામૃત ડેરી પ્રા.લી.ના પાલઘર જિલ્લાના એકમની મુલાકાત લીધી હતી જ્યાં સંદીપ મિશ્રા અને મુકેશ મિશ્રા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
\"\"સ્વાભિમાન ભારત સાથેની વાતચીતમાં મુકેશ મિશ્રાએ કહ્યું હતું કે પૂર્વ ગૃહમંત્રી કૃપાશંકર સિંહ દ્વારા ઉત્તર ભારતીય લોકો જે ઘરથી લગભગ ૨,૦૦૦ કી.મી. દૂર મહારાષ્ટ્રને કર્મભૂમિ બનાવી મહેનતથી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને લોકડાઉન સમયમાં વતન જવા મદદ કરવામાં આવી હતી એ સાથે હાલ તેઓ ફરી મહારાષ્ટ્રમાં આવ્યા છે ત્યારે તેમના ખબર અંતર જાણવા અને સાથે જોડવા પરિશ્રમ મિલન અભિયાન શરુ કર્યું છે. જેના નેજા હેઠળ અનેક સમારોહનું આયોજન હજારો લોકોને મળ્યા છે. એ જ સંદર્ભમાં પંચામૃત ડેયરી પ્રા. લી.- વિરાર એકમની મુલાકાત કરી હતી.
આ સમારોહમાં સલાહકાર આર. પી. પાંડ, આદિનાથ પાંડે, જિતેન્દ્રસિંહ, આનંદ દુબે, બબલુસિંહ, કૃપાશંકર પાંડે સહીત મોટી સંખ્યામાં સમાજ અગ્રણી અને ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા.