ભારતીય શેરબજારમાં ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્.…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૦૩૯.૩૧ સામે ૫૦૨૫૬.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૮૯૦.૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૫૦૯.૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૩૯.૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૦૯૯.૯૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૬૯.૫૦ સામે ૧૪૯૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૫૨૧.૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૮.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૦૪.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૫૬૫.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે વૈશ્વિક શેરબજારમાં વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં અંદાજીત ૨૦૦૦ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. જીડીપીના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસના આંકડા જાહેર થવાના હોવાથી બજારમાં આર્થિક સુધારા અંગે અસમંજસતા સાથે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીનું તોફાન જોવા મળતા રોકાણકારોની સંપત્તિમાં અંદાજીત રૂ.૪.૬૫ લાખ કરોડનું ધોવાણ થયું હતું. આ ઉપરાંત વૈશ્વિક મોરચે યુએસ ઈકોનોમીમાં હજુ રિકવરીને સમય લાગી શકે છે તેવા અહેવાલ અને ઇરાકમાં યુ.એસ. સૈન્ય વિરુદ્ધ રોકેટ હુમલા બાદ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જોય બિડેન દ્વારા સીરિયામાં ઈરાન સમર્થિત લશ્કરી વિરુદ્ધ હવાઈ હુમલો કરવાનો આદેશ વચ્ચે અમેરિકન બજારમાં ઘટાડો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

વૈશ્વિક સ્તર પર અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો માહોલ સાથે ભારતીય શેરબજારમાં લાંબા સમયથી અવિરત વિક્રમી તેજી કરનારા ફોરેન ફંડોએ ભારતમાં ફરી કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ઓલ રાઉન્ડ તેજીનો વેપાર હળવો કરલા લાગતા આજે સપ્તાહના અંતે કડાકો બોલાવી દીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી અનેક નેગેટીવ પરિબળોને અવગણીને શેરોમાં અવિરત વિક્રમી તેજી કરનારા અને તેજીનો અતિરેક કરી મૂકનારા ફંડો, મહારથીઓએ આર્થિક મોરચે પીછેહઠ અને ફરી લોકડાઉનની પરિસ્થિતિના સંજોગોમાં દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના અને મોદી સરકાર મોટા પડકારો આવી પડવાના એંધાણે આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્સ ટેલિકોમ, ઓઇલ એન્ડ ગેસ અને ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૫૩ અને વધનારની સંખ્યા ૧૦૬૨ રહી હતી, ૧૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિશ્વ સહિત ભારતમાં કોરોનાના કેસમાં વધારો અને ફરી લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા જોવાઈ રહી છે. ભારતીય શેરબજારમાં લાંબા સમયથી ઐતિહાસિક અવિરત તેજી બાદ તેજીનો અતિરેક થઈ રહ્યો છે અને ભારતીય શેરબજાર હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે આ પડકારો વચ્ચે ભારત સરકાર દ્વારા અનેક રાહતો -પ્રોત્સાહનોના પગલાં હાલ લેવાઈ રહ્યા છે. આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે.

ભારતમાં ફરી કોરોનાના નવા સ્વરૂપના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ચિંતા વધારી છે તો ફરી ઘણા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી લોકડાઉનની ભીતિ ઊભી થતાં અને આગામી દિવસોમાં મહારાષ્ટ્ર જેવા ઓધૌગિક રાજ્યમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ નિર્માણ થશે તો આર્થિક ગ્રોથને અસર થઈ શકે છે અને વધુ રાહતના પગલાં લેવા માટે સરકાર પર નવો બોજો વધારી શકે છે અને આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ જોવાશે.

તા.૦૧.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                

તા.૨૬.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૫૬૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૫૦૫ પોઈન્ટ થી ૧૪૪૭૪ પોઈન્ટ ૧૪૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૬.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૮૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૦૦૮ પોઈન્ટ થી ૩૫૩૦૩ પોઈન્ટ, ૩૫૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૧૧૨ ) :- ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૧૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૮૩૬ ) :- રૂ.૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૮૦૮ ના બીજા સપોર્ટથી ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૭૩૯ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૦ થી રૂ.૭૭૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૧૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૬૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૧૨ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૩૦૯ ) :- કમર્શિયલ વિહિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૪૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૫૦ થી રૂ.૯૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૨૮ ) :- ૭૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૧૩ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!