મુંબઈમાં નકલી કોરોના રિપોર્ટ બનાવનારની ધરપકડ

મુંબઈમાં નકલી કોરોના રિપોર્ટ બનાવનારની ધરપકડ\"\"\"\"

ભરત કે. સતીકુંવર
મુંબઇ :
દેશમાં કોરોના મહામારી ને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું જેને કારણે છેલ્લા એક વરસથી લોકો એક તરફ આર્થિક અને બીજી બાજુ બીમારીના ડર ને કારણે હેરાન છે. સરકાર કોરોનાને રોકવા પ્રયત્નશીલ છે ત્યારે અમુક તત્વો ઝડપથી પૈસા કમાવા માટે લોકોના જીવ જોખમમાં મૂકી ૧૦૦૦ રૂપિયામાં કોરોનાના નકલી રિપોર્ટ બનાવતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
ઝોન-૧૧ના ડીસીપી વિશાલ ઠાકુરે જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે એણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો એ બનાવટી હોવાનું લાગી રહ્યું એ આધાર પર કાંદીવલી ચારકોપ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક મનોહર શિંદે, પીએસઆઈ નાકટે અને નાયકે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી જેમાં જાણકારી મળી કે મો.સલીમ મોહમ્મદ ઉં ૨૯ એક લેબોરેટરીમાં ટેક્નિશયન અને તેની સાથે સવેબ નમૂના કલેક્ટ કરતો વ્યક્તિ મળેલો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે સલીમ જે લોકો ટેસ્ટ માટે આવતા તેના સેમ્પલ લેબમાં જમા નહોતો કરતો અને પોતેજ લેપટોપ પર  એક સોફ્ટવેરની મદદથી ક્યુ આર કોડ નાખી બનાવી આપતો. આ પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ ૩૪ લોકોના રિપોર્ટ નકલી બનાવ્યા હોવાની જાણકારી મળી છે.સલીમનું લેપટોપ જપ્ત કરી ચારકોપ પોલીસ સ્ટેશનના અધિકારીઓ નકલી કોરોના રિપોર્ટમાં કેટલા લોકો સંડોવાયેલા છે એ તપાસ કરી રહ્યા છે

જનહિતમાં પ્રસિદ્ધ
માસ્ક અવશ્ય પહેરો, સુરક્ષિત અંતર જાળવો, વારંવાર સાબુ અથવા સૅનેટાઇઝરથી હાથ સાફ કરો વિશેષ : કોઈપણ મેસેજની સત્યતા જાણી આગળ મોકલવો. જાણતા-અજાણતા અફવા ફેલાવામાં ભાગીદાર ના બનતા