ભારતીય શેરબજારને કોરોના સંક્રમણ થકી ૧૭૦૭ પોઈન્ટનો કડાકો…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૪.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૯૧.૩૨ સામે ૪૮૯૫૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૭૬૯૩.૪૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૬૩.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૦૭.૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૭૮૮૩.૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૮૯.૪૦ સામે ૧૪૬૮૯.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૮૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૭.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૨૪.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૩૬૪.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

દેશભરમાં ફરી કોરોના સંક્રમણની બીજી લહેરમાં વિસ્ફોટ થતાં કટોકટીની પરિસ્થિતિ ઊભી થતાં અને મહારાષ્ટ્રમાં કેસોમાં અસાધારણ વધારાના પરિણામે ફરી લોકડાઉનના પગલાં લેવાની અંતે રાજય સરકારને ફરજ પડતાં તેમજ ગુજરાત સહિતના રાજયોમાં પણ વણસતી પરિસ્થિતિને લઈ આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરી દેશભરમાં લોકડાઉનના પગલાં લેવાય એવી બતાવાતી શકયતાએ અને બેન્કોની એનપીએમાં ફરી જંગી વધારો થવાના અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરો પાછળ કડાકો બોલાઈ ગયો હતો.

વૈશ્વિક સ્તરે મિશ્ર સંકેત સાથે અમેરિકા માર્કેટ શુક્રવારે ઉંચાઈ પર બંધ રહ્યું હતું જ્યારે આજે એશિયાઈ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વમાં કોરોના સંક્રમણ ફરી ઝડપી ફેલાઈ રહ્યું સાથે વૈશ્વિક અર્થતંત્ર માટે એક તરફ ચિંતા સામે ચાઈના કોરોનામાંથી બેઠું થઈને વેક્સિનેશન ઝડપી કરીને વિશ્વના અર્થતંત્ર પર ફરી કબજો જમાવવા જઈ રહ્યા છે અને અમેરિકા અર્થતંત્રને પાછળ ધકેલી દેવાના સંકેત વચ્ચે આજે સ્થાનિક સ્તરે કોરોનાના વધી રહેલા કેસનો ડર હાવી થતાં ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૫.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૮૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઈન્ડસ્ટ્રિયલ્સ, મેટલ, બેઝિક મટિરિયલ્સ, ઓટો અને પાવર શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૭૭ અને વધનારની સંખ્યા ૫૧૦ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૪૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૧૨.૫૦% રહેવા અંદાજાયો છે ત્યારે  નાણાં વર્ષ ૨૦૨૧માં  જોવાતા ૮%ના ઘટાડાને ભરપાઈ કરવા ભારતે ઝડપથી વિકાસ સાધવાનો રહેશે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે (આઈએમએફ) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. કોરોનાને કારણે ૨૦૨૦માં ભારતનો આર્થિક વિકાસ દર ૮% ઘટયો છે. ભારતમાં ગયા નાણાં વર્ષમાં ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો હતો.

ગયા વર્ષના ઘટાડા બાદ વર્તમાન વર્ષમાં ભારતમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે અને હાઈ ફ્રીકવન્સી ઈન્ડીકેટર્સ રિકવરી દર્શાવી રહ્યા છે, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં ફરી જોવા મળી રહેલા નિયમનોને કારણે રિકવરી સામે જોખમો ઊભા થતાં દેશના અર્થતંત્ર પર પડેલી અસરને પહોંચી વળવા ભારતે વધારાના આર્થિક સ્ટીમ્યુલ્સ પૂરા પાડવાની સ્થિતિ બની છે. કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૧ના અંતની શરૂ થઈ રહેલી સીઝનમાં આજે ૧૨,એપ્રિલ ૨૦૨૧ના રોજ ટીસીએસના રિઝલ્ટ અને આગામી દિવસોમાં ૧૪,એપ્રિલના ઈન્ફોસીસ, ૧૫,એપ્રિલના વિપ્રો તેમજ ૧૬,એપ્રિલના માઈન્ડટ્રીના જાહેર થનારા પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૩.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૨.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૩૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૪૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૩૦૩ પોઈન્ટ થી ૧૪૨૭૨ પોઈન્ટ ૧૪૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૨.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૦૯૫૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૦૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૦૦૮ પોઈન્ટ થી ૩૧૨૭૨ પોઈન્ટ, ૩૧૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઈન્ડીગો ( ૧૫૭૨ ) :- એરલાઈન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૯૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૯૩ થી રૂ.૧૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૦૧૪ ) :- રૂ.૧૦૦૩ નો પ્રથમ તેમજ રૂ.૯૮૯ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અમરરાજા બેટરી ( ૮૦૨ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ થી ૮૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૫૨ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કાર & યુટીલીટી વિહિકલ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૬૦ થી રૂ.૭૭૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૫૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપરલસ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૨૬૯ ) :- રૂ.૧૨૯૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૫૭ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૮૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૩૩ થી રૂ.૯૧૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૬૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૩૩ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૫૮૧ ) :- ૫૯૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૬૭ થી રૂ.૫૫૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!