રાજકોટ સોની યુવા શક્તિ સમિતિએ કોવીડ સેન્ટર હેતુ કલેક્ટરને આવેદન સોંપ્યું

રાજકોટ સોની યુવા શક્તિ સમિતિ દ્વારા કોવીડ સેન્ટર હેતુ કલેક્ટરને આવેદન સોંપ્યું\"\"

ભરત કે. સતીકુંવર
રાજકોટ : આજે ચારેબાજુ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે સારવાર માટેના સાધનોની અછત હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે જગ્યાઓ નથી મળતી. સરકાર અને સંબંધિત વિભાગો વ્યવસ્થા ઠાળેન પાડવા અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે દિવસ-રાત કામ કરી રહી છે. આ સમયે અનેક સમાજસેવી વ્યક્તિઓ, સંગઠન, અને જ્ઞાતિઓ સરકારને સહયોગ આપવા આગળ આવી રહી છે. ત્યારે કોઈ પણ જ્ઞાતિ કે સંગઠન પોતાની જગ્યામાં હંગામી ધોરણે કોવીડ સેન્ટર કે કોવીડ કેર બનાવવા માંગતા હોઈ તેમને મુખ્યમંત્રી ફંડમાંથી તાત્કાલિક ફંડ તેમજ મેડિકલ ટીમ અને જરૂરી તમામ સાધન સામગ્રી પુરી પાડવામાં આવે તો હાલ હોસ્પિટલ પર જે ભાર છે એ હળવો થઇ શકે છે અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તો જીવ બચી શકે છે. આ બાબતે પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ-રાજકોટના કુમાર ધાણકએ સ્વાભિમાન ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ ગંભીર પરિસ્થિતિ છે તે સમયે આપણી ફરજ છે કે સમસ્ત સોની સમાજની વ્યક્તિ જેમને કોરોના છે એમના માટે કોવીડ સેન્ટર અથવા કોવીડ કેર સરકારના સહયોગથી બનાવવામાં આવે તો લોકોને તાત્કાલિક સારવાર મળી શકે છે.
રાજકોટ સોની યુવા શક્તિ સમિતિના અધ્યક્ષ રાજુ લોઢીયાએ કુમાર ધાણક, દીપેન લોઢીયા, કમલેશ સોની, મયુર શાહ,હિરેન લોઢીયા સાથે કલેક્ટરની મુલાકાત લઇ સમસ્ત સોની સમાજને ઉપયોગી બની રહે એ માટે કોવીડ સેન્ટર કે કોવીડ કેર બનાવવા માટેનું આવેદન સોંપ્યું હતું