દેશમાં વધતાં કોરોના સંક્રમણથી ભારતીય શેરબજારમાં ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૪.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૭૯૪૯.૪૨ સામે ૪૮૪૭૩.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૭૪૩૮.૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૩૯.૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૩.૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૭૭૦૫.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૭૪.૧૫ સામે ૧૪૫૦૨.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૨૫.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૪.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૨૯૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ દેશભરમાં ચિંતાજનક ઝડપે ફેલાઈ રહ્યું હોઈ દેશમાં ફરી વ્યાપક લોકડાઉન લાદવાની અને કર્ફયુ સાથે આકરાં અંકુશના પગલાં લેવાની ફરજ પડી રહી હોઈ આગામી દિવસોમાં દેશના અર્થતંત્રને મોટો ફટકો પડવાના અંદાજો છતાં આજે શરૂઆતી તબક્કામાં ભારતીય શેરબજારમાં ફંડોએ તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું, પરંતુ કોરોના સંક્રમણની બીજી લહેર દેશભરમાં ભયંકર ઝડપે ફેલાવા લાગી હોઈ આ વખતે કોરોના અત્યંત ઘાતક નીવડીની મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતા રાજયોમાં સર્જાયેલી આ હેલ્થ કટોકટી દેશની આર્થિક કમર પણ તોડી નાંખશે એવા ફફડાટ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહ્યાના અહેવાલોએ ચિંતા વધતાં લોકડાઉનના આકરાં પગલાં લેવાની પડી રહેલી ફરજે ધંધા-રોજગાર પર માઠી અસર પડવા લાગી હોઈ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના અને આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિને મોટો ફટકો પડવાના અંદાજો આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એફએમસીજી, આઈટી, બેન્કેક્સ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૩૨ અને વધનારની સંખ્યા ૧૬૪૫ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના રોગચાળાની બીજી લહેરએ આર્થિક રિકવરીની ગતિ ફરી ધીમી કરી દીધી છે. રાજ્યો દ્વારા કોરોના ચેપને રોકવા માટે લોકડાઉન કરવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને બેરોજગારી વધી છે. સીએમઆઈઇના રિપોર્ટ અનુસાર, ૧૧ એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં શહેરી બેરોજગારી વધીને ૯.૮૧% થઈ ગઈ છે. ત્યાં જ, તે ૨૮ માર્ચે અઠવાડિયામાં તે ૭.૭૨% અને માર્ચ મહિનાના આખા મહિનામાં ૭.૨૪% હતી.

માર્ચ માસથી કોરોનાની બીજી લહેરની અસર શહેરી રોજગાર પર જોવા મળી રહી છે. જેના કારણે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનાં શહેરોમાં આંશિક લોકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. કોરોનાને કારણે મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરની નબળી કામગીરીને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઘણા રાજ્યોમાં, કોરોનાની કડક ચકાસણી સાથે કોરોના નેગેટિવ પ્રમાણપત્ર સાથે પ્રવેશના નિયમને કારણે પર્યટન ક્ષેત્રે રોજગાર ઘટવાની પણ સંભાવના છે અને આગામી દિવસોમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તા.૨૨.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૦.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૨૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૨૩૨ પોઈન્ટ થી ૧૪૨૦૨ પોઈન્ટ ૧૪૧૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૦.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૧૧૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૦૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૨૭૨ પોઈન્ટ થી ૩૧૪૦૪ પોઈન્ટ, ૩૧૫૭૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૫૭૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૦૯ ) :- કમર્શિયલ વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૧૦ ) :- રૂ.૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૬૭૬ ના બીજા સપોર્ટથી ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૩૩ થી રૂ.૭૪૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટીવીએસ મોટર ( ૫૩૮ ) :- 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૫૩ થી ૫૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૪૦૨ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૧૩ થી રૂ.૪૨૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયાલીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૫૧૮ ) :- રૂ.૧૫૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૧૩૫ ) :- ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૨૯ થી રૂ.૯૧૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૧૮ ) :- ૬૩૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૪૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૦૩ થી રૂ.૫૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!