સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ આયોજિત અને રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના રસીકરણ કેમ્પ નુ આયોજન

જાડેજા દિપેન્દ્ર સિંહ દ્વારા
સુરેન્દ્રનગર : યુવા વિકાસ પરિષદ આયોજિત અને રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ સયુંકત નગરપાલિકા વોર્ડ નંબર 9 મા વસતા નાગરિક ભાઈ બહેનો ના આરોગ્ય જતન માટે કોરોના રસીકરણ નો કેમ્પ નુ આયોજન તા 1-4-2021 ગુરુવાર સમય સવારે 9-00 કલાક થી માનવ ઉત્થાન સમિતિ માનવ ધર્મ આશ્રમ, પટેલ સોસાયટી ની બાજુમાં રતનપર ખાતે  યોજવામાં આવેલ હતું. જેમાં ઝાલાવાડ ના સામાજિક કાર્યકર સુબોધ જોષી, સાગરભાઈ ચામડીયા, સાહિર સોલંકી, બી. કે. પરમાર, સોમાભાઈ નાકિયા, ઋતુરાજ રાઠોડ, છનાલાલ બજવાણીયા, કૈલાશ બેન સોલંકી, અલ્પાબેન સોનારા, પરિમલ મિસ્ત્રી તથા મહાત્મા પ્રવીણા બાઇજી, સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા સદસ્ય લીલાબેન ની ઉપસ્થિત મા જોરાવરનગર અર્બન સેન્ટર ના અધિક્ષક ડોક્ટર સાધુની ટીમ દ્વારા 45 વર્ષ થી ઉપરની વય ધરાવતા લોકો ને  નિઃશુલ્ક રસીકરણ કરી આપવા મા આવેલ હતું. 
આપણું શહેર સ્વસ્થ શહેર બની રહે તે માટે કોરોના મુક્ત નિઃશુલ્ક રસીકરણ  અભિયાન ને ઠેર ઠેર થી લોકોમા આવકાર સાંપડી રહ્યો છે,  રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર અને આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ સાથે લાવી લોકો સ્વયંભૂ રસીકરણ કરાવી તંદુરસ્ત ઝાલાવાડ નુ સર્જન કરી રહ્યા છે.  વેક્સિનેશન  કાર્યક્રમ ને સફળ બનાવવા ઝાલાવાડ ના સામાજિક કાર્યકર સુબોધ જોષી, મહાત્મા પ્રવીણા બાઇજી, સાગર ચામડીયા, સાહિર સોલંકી, બી. કે. પરમાર, છનાલાલ બજવાણીયા, ઋતુરાજ રાઠોડ, સોનિયા દવે, કૈલાશ બેન સોલંકી, અલ્પાબેન સોનારા, સોમાભાઈ નાકીયા, ભરત જમોડ, કિશોરભાઈ ચાવડા, દિલીપભાઈ ડગળા, તથા યુવા ગ્રુપ જહેમત ઉઠાવી રહ્યા છે. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *