ફાઇનાન્સિયલ વર્ષનાં પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ૫૦૦ પોઈન્ટની તેજી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૪.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૦૯.૧૫ સામે ૪૯૮૬૮.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૪૭૮.૫૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૩.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૦.૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૦૨૯.૮૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૫૨.૩૦ સામે ૧૪૮૨૩.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૬૦.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૩.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૩૬.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. કોરોના મહામારીની પ્રતિકળતા વચ્ચે પણ નાણાંકીય વર્ષ દરમિયાન રોકાણની વિવિધ એસેટ્સમાં પોઝિટીવ રિટર્ન મળ્યું છે. કોરોના સંક્રમણ ફરી ઝડપી ફેલાઈ રહ્યું હોવાથી અર્થતંત્ર માટે ચિંતા જોવા મળી છે. જ્યારે ચાઈના કોરોનામાંથી બેઠું થઈને વેક્સિનેશન ઝડપી કરીને વિશ્વના અર્થતંત્ર પર ફરી કબજો જમાવવા જઈ રહ્યા છે અને અમેરિકી અર્થતંત્રને પાછળ ધકેલી દેવાના સંકેત સાથે ચાઈનાની આર્થિક વૃદ્વિ ૯.૩ ટકા જેટલી નોંધાય છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનો ફાળો લગભગ 13 ટકા છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 20 ટકા જેટલો ફાળો છે. મહારાષ્ટ્રમાં કોવિડના કેસમાં વધારો ચિંતાનો વિષય છે. જો કે, કોરોનાની નવી લહેરથી કેટલું નુકસાન થશે તે આગાહી કરવી મુશ્કેલ છે. પરંતુ એવું કહી શકાય કે આ નુકસાન ખૂબ મોટું નહીં હોય. 2020ના અનુભવને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારના આકરા પગલા તેમજ રસીકરણની પ્રક્રિયા ઝડપી કરીને આ ચેપને નિયંત્રિત કરી શકાય છે. કોરોના સિવાય બજારમાં ડોલર ઇન્ડેક્સમાં વધારો, આખા વિશ્વમાં વ્યાજના દરની પરિસ્થિતિમાં પરિવર્તન જેવા અન્ય જોખમો છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૭ અને વધનારની સંખ્યા ૭૫૨ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ઇક્વિટી રોકાણ વધીને ૩૬ અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું છે જે આઠ વર્ષની ઉંચી સપાટી છે. એફપીઆઇ દ્વારા ભારતીય ઇક્વિટી સેગમેન્ટમાં વર્ષ ૨૦૧૨- ૧૩ પછી સર્વાધિક રોકાણ જોવા મળ્યું છે. જો કે, કેટલીક પ્રતિકૂળતાએ રોકાણ પાછું પણ ખેંચ્યું હતું. આમ છતાં ય, ચાલુ નાણાકીય વર્ષે વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. બીજી તરફ જાન્યુઆરી માસના અંત સુધીમાં સીધું વિદેશી રોકાણ પણ વધીને ૪૪ અબજ ડોલર પહોંચ્યું છે. જે એક વર્ષ અગાઉ ૩૬.૩ અબજ ડોલરની સપાટીએ હતું. ગત નવેમ્બર અને ડિસેમ્બર માસમાં એફડીઆઇમાં પણ મોટા પાયે વધારો નોંધાયો હતો. જો કે જાન્યુઆરી ૨૦૨૧માં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ગત સપ્તાહે બજારમાં જોવાયેલી મોટી અફડા તફડી બાદ સ્થાનિક સ્તરે કોઈ મહત્વના ઘટનાક્રમના અભાવે ભારતીય બજારો વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ તથા કોરોના વાયરસના કેસોની સંખ્યા પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૦૨.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                                 

તા.૦૧.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૩૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૦૦૮ પોઈન્ટ થી ૧૫૦૮૮ પોઈન્ટ ૧૫૧૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૧.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૧૭૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૩૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૩૪૦ પોઈન્ટ થી ૩૪૪૭૪ પોઈન્ટ, ૩૪૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૮૩૩ ) :- સ્પેશિયાલટી કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૫૩ થી રૂ.૧૮૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૫૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૬૭ ) :- રૂ.૧૦૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૦૨૭ ના બીજા સપોર્ટથી ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ પ્રોડક્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૮૮ થી રૂ.૧૧૦૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારતી એરટેલ ( ૫૨૪ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૩ થી ૫૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૪૧૩ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૦૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૪ થી રૂ.૪૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્શિયલ વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૭૦ થી રૂ.૧૨૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૮૬ ) :- રૂ.૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૭૭૦ થી રૂ.૭૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ભારત ફોર્જ ( ૬૧૬ ) :- ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૩૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૦૬ થી રૂ.૫૯૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૫૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આર્યન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૮૮ થી રૂ.૪૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૪૧૯ ) :- ૪૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૩૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!