હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિઓની તપાસ માટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામકની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરતા શિક્ષણ મંત્રી

હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિઓની તપાસ માટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામકની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરતા શિક્ષણ મંત્રી

જીતેન્દ્ર દવે દ્વારા
ગુજરાત :
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિના કેસની તપાસ માટે રાજ્યના ઉચ્ચશિક્ષણ નિયામક એમ. નાગરાજન ની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરી છે.
શિક્ષણ મંત્રીએ આ સંદર્ભમાં વધુમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૮માં ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં રિ-એસેસમેન્ટમાં થયેલ કથિત ગેરરીતિ માટે બે સભ્યોની કમિટીની નિમણૂંક કરવામાં આવી હતી
તેના દ્વારા રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિ કેસની યોગ્ય તપાસ કરી તેમાં કોણ દોષી છે અને તેમાં શું થયું છે તે અંગેના યોગ્ય રીપોર્ટ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા છે.
આ કેસમાં કોણ કોણ દોષિત છે તેમની સામે યોગ્ય પગલાં ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ નિયામક અને આઇ.એ.એસ અધિકારી નાગરાજનની આ કેસની વિગતો સુધી પહોંચવા માટે તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
તપાસ અધિકારી નાગરાજન યુનિવર્સિટીમાં સબમીટ થયેલા રિપોર્ટમાં યોગ્ય ચકાસણી અને અભ્યાસ કરી જે કોઇ દોષી હશે તેનો રિપોર્ટ સરકારને આપશે તેમ ચુડાસમાએ ઉમેર્યુ હતું શિક્ષણ મંત્રીએ રાજ્યની તમામ યુનિવર્સિટીઓનો વહિવટ સુચારૂ રીતે ચાલે તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે રાજ્ય સરકાર કોઇ પણ પ્રકારની ગેરરીતિ છાવરવા દેવા માંગતી નથી