ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝ વલણના અંતે ફંડોની અવિરત વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૩.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૧૮૦.૩૧ સામે ૪૯૨૦૧.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૨૩૬.૩૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૧૧.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૦.૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૪૪૦.૧૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૫૫.૩૦ સામે ૧૪૫૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૬૧.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૮.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૦.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૩૨૪.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંતે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. દેશમાં કોરોના સંક્રમણના ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી દેશના અનેક રાજયોમાં લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે આજે ફંડોએ ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યું હતું. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશમાં કોરોના નવા સ્વરૂપમાં ફેલાતા મહારાષ્ટ્ર સરકારે કેટલાક શહેરોમાં લોકડાઉન સાથે કડક અંકુશના પગલાં લેવાની ફરજ પડતા આગામી સમયમાં ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડવાનું સ્પષ્ટ હોઈ ફંડોએ આજે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી કરી હતી.

કોરોના સંક્રમણ ફરી દેશના વિવિધ રાજયોમાં વધવા લાગતાં રાજ્ય સરકારે ફરી લોકડાઉનના સંકેત આપતાં અને એના પરિણામે આર્થિક ગતિવિધિ પર અસર પડવાના અને આર્થિક વિકાસને ફરી ફટકો પડવાની ભીતિએ ફંડોએ આજે સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ ફંડોની સતત નફારૂપી વેચવાલીએ આજે બીએસઇ સેન્સેકસ ૪૯ હજાર પોઈન્ટની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ગત સપ્તાહમાં તીવ્ર વધારાના પરિણામે સ્થાનિકમાં પેટ્રોલ, ડિઝલના ભાવોમાં થઈ રહેલા વધારાને લઈ મોંઘવારી અસહ્ય બનવાના અને આજે ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંતે શેરોમાં વેચવાલીનું દબાણ રહેતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું અને માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, પાવર, ઓટો, એનર્જી, યુટિલિટીઝ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૯ અને વધનારની સંખ્યા ૭૬૦ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, સ્થાનિક સ્તરે કોરોનાના કેસો ફરી વધવા લાગતાં વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં વચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં મોટા પાયે ખરીદીના આંકડા હવે અદ્રશ્ય થવા સાથે છેલ્લા બે સપ્તાહમાં ફંડો-દિગ્ગજો દ્વારા બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી લોકડાઉનની ભીતિ ઊભી થતાં અને આગામી દિવસોમાં મહારાષ્ટ્ર જેવા ઓધૌગિક રાજ્યમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ નિર્માણ થશે તો આર્થિક ગ્રોથને અસર થઈ શકે છે અને વધુ રાહતના પગલાં લેવા માટે સરકાર પર નવો બોજો વધારી શકે છે અને આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ જોવાશે. ભારતીય શેરબજાર હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. વિશ્વ સહિત ભારતમાં કોરોનાના કેસમાં વધારો અને ફરી લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા જોવાઈ રહી છે.

તા.૨૬.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                                 

તા.૨૫.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૪૪૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૫૭ પોઈન્ટના પ્રથમ અને ૧૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૪૦૪ પોઈન્ટ થી ૧૪૩૭૩ પોઈન્ટ ૧૪૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૨૭૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૦૮૮ પોઈન્ટ થી ૩૨૯૦૯ પોઈન્ટ, ૩૨૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • અપોલો હોસ્પિટલ ( ૨૮૩૦ ) :- હેલ્થકેર ફેસિલિટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૬૩ થી રૂ.૨૮૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૯૯૦ ) :- રૂ.૯૬૩ નો પ્રથમ તેમજ રૂ.૯૪૭ ના બીજા સપોર્ટથી ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૧૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારત ફોર્જ ( ૫૭૫ ) :- ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૪ થી ૫૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૪૦૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૧૩ થી રૂ.૪૨૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૮૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૭૮ ) :- રૂ.૧૨૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૨૯ ) :- ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૬૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નીસિંગ, પેઈન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૬૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૨૭ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૪૫૪ ) :- ૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૪૦ થી રૂ.૪૩૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!