હોમી જહાંગીર ભાભાના વિચારોની દુનિયા બહુ વિશાળ હતી. તેઓ વર્તમાનની સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા

હોમી જહાંગીર ભાભાના વિચારોની દુનિયા બહુ વિશાળ હતી. તેઓ વર્તમાનની સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા. \"\"\"\"

મુંબઈ : અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હોમી જહાંગીર ભાભાનો જન્મ 30 ઑક્ટોબર 1909માં મુંબઇના પારસી પરિવારમાં થયો હતો. હોમી ભાભા ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. તેઓ જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું વિશ્વયુદ્ધ ચાલુ થતાં તે પોતાનું સંશોધન કાર્ય ગુમાવી બેઠા અને તેમને ભારત પાછા આવવું પડ્યું, જ્યાં તેમણે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર ખાતે સી. વી. રામનના નેજા હેઠળ કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના કરી (૧૯૩૯). જે.આર.ડી. તાતાની મદદ વડે તેમણે મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચનો આરંભ કર્યો. વિશ્વયુદ્ધ પુરું થતાં બાદ ભારતની સ્વતંત્રતા સાથે જવાહરલાલ નહેરૂની પરવાનગી મેળવી તેમણે અણુશક્તિના શાંતિમય ઉપયોગોના સંશોધન તરફ પ્રયાસો આદર્યા. ૧૯૪૮માં તેમણે અટૉમિક એનર્જી કમિશન ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તથા ૧૯૫૫માં તેઓ જીનીવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ રહ્યા હતા.
ડોક્ટર ભાભાને 5 વખત ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક માટે નામ શામિલ કરવામાં આવ્યું હતું પરંતુ વિજ્ઞાનની દુનિયાના સૌથી મોટું સન્માન આ મહાન વૈજ્ઞાનિકને મળી શક્યુ નહીં. ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.
ડૉક્ટર ભાભાનું અવસાન 24 જાન્યુઆરી 1966ના રોજ વિમાન દુર્ઘટનામાં થયુ હતુ. ભારત સરકારે આ મહાન વૈજ્ઞાનિકના યોગદાનને જોતા ભારતીય પરમાણુ રિસર્ચ સેન્ટરનું નામ ભાભા પરમાણુ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાખ્યુ છે. ડોક્ટર ભાભાના અવસાન પછી એવી વાતો થવા લાગી કે એર ઇન્ડિયાના જે બૉઇંગ 707 વિમાનમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા તેને અમેરિકન એજન્સી CIAના ઇશારે ક્રેશ કરાવવામાં આવ્યુ હતુ.

\"\"