ઇ.પી.કો.ક. ૩૨૬, ૫૦૬(૨), ૩૫૪, ૫૦૯, ૧૧૪ તથા પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સયુલ ઓફેન્સ એક્ટ સને ૨૦૧૨ ની કલમ ૧૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીઓને ગણત્રીના કલાકમાં પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ
જીતેન્દ્ર દવે દ્વારા
ગુજરાત : ભાવનગર રેન્જ ના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પાલિતાણા વિભાગ પાલિતાણાના ડી.ડી.ચૌધરી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાના પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એન.એમ.ચૈાધરી સાહેબની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફનાં માણસોને પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગંભીરપ્રકારની ઇજા તથા જાતિયસંતામણીના બનેલ બનાવના આરોપીઓને ઝડપી પાડવા સુચના આપેલ. પાલીતાણા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુન્હા રજી નં. ૧૧૧૯૮૦૪૨૨૦૦૨૧૭/૨૦૨૧ આઈ.પી.સી. કલમ ૩૨૬, ૫૦૬(૨), ૩૫૪, ૫૦૯, ૧૧૪ તથા પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સયુલ ઓફેન્સ એક્ટ સને ૨૦૧૨ ની ક. ૧૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના કામના ફરીયાદી મુકેશભાઇ નરોત્તમભાઇ કનાળા રહે, જગુ મિસ્ત્રીની શેરી પાલિતાણા જીલ્લો ભાવનગર વાળાએ ભોગ બનનાર પોતાની પુત્રી સ્કૂલેથી પરીક્ષા આપી ઘરે પરત જતી હતી તે દરમ્યાન આરોપી સુમિત ખેતજીભાઈ સમાં તથા વિરાજભાઈ વિજયભાઇ ગોહિલ તથા સંનિભાઇ પ્રવિણભાઇ ગોહિલ એ રીતેનાઓએ અગાઉથી કાવતરૂ રચી ફરિયાદીની દીકરીને ધારિયાવતી ડાબા પગે ગંભીર પ્રકારની ઇજા કરી જાતીય સતામણી કરેલ હોય જે વિગતે ગુન્હો રજી કરાવેલ જે ગંભીર ગુન્હાના આરોપી પકડવા પોલીસ ઇન્સ્પેકટર એન.એમ. ચૈાધરી સાહેબે સુચના આપેલ હોય જે સદર ગુનાના આરોપીને ગણત્રીના કલાકમાં પકડી પાડેલ જે નીચે મુજબ છે
આરોપીઓ – (૧) સુમિત ખેતજી સમા ઉ.વ.૨૧ રહે, નવાગઢ પાલિતાણા જીલ્લો – ભાવનગર
(૨) વિરાજ વિજય ગોહિલ ઉ.વ.૨૦ રહે, વિક્રમનગર પાલીતાણા જીલ્લો – ભાવનગર
(૩) સની પ્રવિણ ગોહિલ ઉ.વ.૨૩ રહે, ઓમકારનગર પાલિતાણા જીલ્લો – ભાવનગરને પકડી પાડેલ છે.
આ સમગ્ર કામગીરી પાલિતાણા ટાઉન પો.સ્ટે ના પોલીસ ઇન્સ એન.એમ.ચૈાધરી સાહેબ તથા પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અના.હેડ કોન્સ ભરતભાઇ ચૌહાણ તથા તિરૂણસિંહ સરવૈયા તથા પો.કોન્સ. વિજયસિંહ ગોહિલ તથા મયુરસિંહ ગોહિલ તથા હરેશભાઇ ઘાઘળ તથા યશપાલસિંહ ગોહિલએ સફળતાપૂવક પાર પાડી હતી.