ભારતીય શેરબજારમાં અફડા તફડી બાદ તેજી તરફી માહોલ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૩.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૪૪૦.૧૨ સામે ૪૮૯૬૯.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૬૯૯.૯૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૪.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૮.૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૦૦૮.૫૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૪૩૫.૫૫ સામે ૧૪૫૫૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૫૦૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૬.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૨૨.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના સંક્રમણ નવા સ્વરૂપમાં દેશભરમાં ફેલાઈ રહ્યો હોવાના આવી રહેલા ચિંતાજનક આંકડા અને આ નવા સ્વરૂપમાં કોરોનાની સાથે નવા લક્ષણો પણ સામે આવી રહ્યા હોઈ દેશભરમાં ચિંતા સાથે ફફડાટ ફેલાઈ રહ્યો હોઈ દેશમાં વ્યાપક લોકડાઉનની સ્થિતિ સર્જાતાં અર્થતંત્ર માટે મોટા જોખમે અને ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંત હોવાથી ગઇકાલે શેરોમાં સાર્વત્રિક કડાકા બાદ આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. 

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કેસો મોટાપાયે વધવા લાગતાં ચિંતામાં આવી ગયેલી કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા ખાસ મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન થવા લાગતાં અને ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિતમાં પણ કેસો વધવા લાગતાં અંકુશના આકરાં પગલાંના સંકેત વચ્ચે દેશના અર્થતંત્ર પર માઠી અસરના એંધાણ વચ્ચે આજે નીચા મથાળેથી નવી ખરીદી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. સરકાર દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૪૫ વર્ષકે તેથી વધુ વયના લોકોને કોરોના મહામારીના અંત માટે બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ કરતાં તેની પોઝિટિવ અસર જોવા મળી હતી. કોરોના વેક્સિનેશનના તબક્કામાં આગામી દિવસોમાં આ વેક્સિનેશન પ્રોગ્રામ વેગ પકડવાની અને અને કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૬ અને વધનારની સંખ્યા ૧૬૫૮ રહી હતી, ૧૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત વેચવાલ રહ્યા બાદ હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારોમાં છેલ્લા બે સપ્તાહથી શેરોમાં વિક્રમી તેજીને વિરામ આપીને ફંડોએ તેજીનો વેપાર હળવો કરવા લાગ્યા છે જેને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ફોરેન ફંડોની વેચવાલી વધવાના સંજોગોમાં બે તરફી અફડા તફડી વધવાની પૂરી શક્યતા રહેશે ઉપરાંત લોંગ ટર્મ બોન્ડ યીલ્ડ્સના ટ્રેન્ડ્સ, ક્રૂડ ઓઈલના ભાવો પર નજર રહેશે.

ચાલુ સપ્તાહે બજારમાં જોવાયેલી મોટી અફડા તફડી બાદ સ્થાનિક સ્તરે કોઈ મહત્વના ઘટનાક્રમના અભાવે ભારતીય બજારો વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ તથા કોરોના વાયરસના કેસોની સંખ્યા પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૩૦.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                                 

તા.૨૬.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૬૨૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૫૦૫ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૭૬ પોઈન્ટ થી ૧૪૭૦૭ પોઈન્ટ ૧૪૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૬.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૭૧૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૩૦૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૮૮૮ પોઈન્ટ થી ૩૪૦૦૪ પોઈન્ટ, ૩૪૩૪૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૩૪૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૫૧૮ ) :- એપેરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૯૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા સ્ટીલ ( ૭૭૦ ) :- રૂ.૭૪૭ નો પ્રથમ તેમજ રૂ.૭૩૩ ના બીજા સપોર્ટથી આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૮૭ થી રૂ.૮૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ડાબર ઇન્ડિયા  ( ૫૩૩ ) :- પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૪૭ થી ૫૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૪૦૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૨ થી રૂ.૪૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્સિયલ વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૬૬ થી રૂ.૧૨૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૬૩ ) :- રૂ.૭૮૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૭૪૪ થી રૂ.૭૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટીવીએસ મોટર ( ૫૭૨ ) :- 2/3 વ્હીલર્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૯૫ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૬૦ થી રૂ.૫૪૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૪૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૬૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૩૦ થી રૂ.૪૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દ પેટ્રો ( ૨૩૦ ) :- ૨૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૨૧૭ થી રૂ.૨૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!